સુરતમાં તસ્કરોએ ફિલ્મીઢબે કરી લાખો રૂપિયાની ચોરી, પુરાવા ભૂસવા એવું દિમાગ ચલાવ્યું કે પોલસ પણ ગોટે ચડી

વધતાં કોરોના સંક્રમણને કારણે કરફ્યૂના સમયમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ દરમિયાન પ્રથમ દિવસે જ સુરતના ભેસ્તાનની ટોબેકોની દુકાનને નિશાન બનાવી 3.73 લાખની કિંમતના ગુટખા-સિગારેટની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે, ચોરી કરવા આવેલા ચોર દુકાનમાં રહેલા સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસ દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી છે.

સુરતમાં સતત તસ્કરો બેકાબુ બન્યા છે. આ દરમિયાન તેઓ દરરોજ કોઈ જગ્યાને નિશાન બનાવીને ચોરી કરતા હોય છે. ત્યારે ગઈકાલથી કોરોનાને લઈને સરકાર દ્વારા રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુની જાહેરાત બાદ તેનો અમલ શરુ કરવામાં આવ્યો છે ત્યારે પહેલાં દિવસે તસ્કરોએ ચોરી કરતા હોબાળો મચી જવા પામ્યો છે.

સુરતના ઉનગામ યુવાન સોસાયટીમાં રહેતાં રફીક લાખાણી ભેસ્તાન ભગવતી નગરમાં લાખાણી ટોબેકોના નામે સિગારેટ, બીડી, ગુટખા અને પાન મસાલાનો વેપાર કરે છે. શુક્રવારે સવારે આ વેપારી દુકાન ખોલવા ગયા ત્યારે તેમણે જોયું તો દુકાનની શટરના ત્રણેય તાળા તૂટેલા હતા. દુકાનની અંદર જતાં દુકાનની સ્થિતિ પણ સારી ન હતી. અંદરથી સિગારેટ, બીડી અને ગુટકાનો સામાન ચોરી થઈ ગયો હતો.

તસ્કરો આખેઆખા કાર્ટુન લઈ ગયા હતા. આ દરમિયાન પોલીસને જાણ કરવામાં આવતાં પાંડેસરા પોલીસની ટીમ પણ ત્યાં દોડી આવી હતી. ત્યારબાદ ગણતરી કરતાં 3.73 લાખની કિંમતનો સામાન ચોરી થઈ ગયો હતો. આ ઉપરાંત કોણ ચોરી ગયું તે સીસીટીવીમાં ન આવે તે માટે તસ્કરો દુકાનમાંથી સીસીટીવીનું ડીવીઆર પણ ચોરી ગયા હતા.

ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાના વધતાં કેસને ધ્યાનમાં રાખી શુક્રવારથી કરફ્યૂનો સમય લંબાવવામાં આવ્યો છે. ત્યારે ગુટખા અને સિગારેટના શોખીનો ચિંતામાં પડ્યા છે. અને ગયા વર્ષની જેમ અછતનો સામનો ન કરવો પડે તે માટે તેનો સ્ટોક કરી રહ્યા છે. ત્યારે કરફ્યૂના વધારાના પહેલા દિવસે ગુટકાની દુકાનમાં થયેલી આ લાખોના સિગારેટ-ગુટકાની ચોરીએ ચર્ચા જગાવી છે. જોકે, ચોરી કરવા આવેલા તસ્કરો દુકાનમાં રહેલ સીસીટીવીમાં કેદ થઇ જતા આ અંગે ગુનો નોંધી પોલીસ દ્વારા આ મામલે સીસીટીવી મદદથી વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *