પુણા ગામ ઝોન ઓફિસ સરદાર સ્મૃતિ ભવનની સામે જૂની ઝોન ઓફિસ ખાતે આવકના દાખલા કાઢવા માટે 1200 થી 1500 રૂપિયા લેતા એજન્ટ લોકો ને આજ રોજ વરાછા પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યા. ડેપ્યુટી મામલતદાર જસ્મીન બોઘરાની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આચી. “વિધવા બહેનો પાસે અને વિદ્યાર્થી પાસે 1500 રૂપિયા લેવામાં આવે છે” ની ફરિયાદના આધારે વરાછા પોલીસે કાર્યવાહી કરી હતી.
RTO સરકારી કાર્યાલયો બહાર આવા લેભાગુ તત્વો કાળી કામની કરતા હોય છે અને અંદરખાને આવા તત્વોના માથે અધિકારીઓના ચાર હાથ હોય છે. પરંતુ એવા પણ અધિકારીઓ છે ખરેખર જનસેવા કરવા માટે સરકારી સેવા માં જોડાયા હોય છે. જેનું ઉદાહરણ ડેપ્યુટી મામલતદાર જસ્મીન બોઘરાએ પૂરું પાડ્યું છે. આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી થવાથી અન્ય સ્થળોએ આવી ગોલમાલ ચલાવતા ટાઉટ અને એજન્ટો સહીત અધિકારીઓમાં જરૂર ભય ફેલાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news