સુરત માંથી 1.5 કરોડની પ્રતિબંધિત દવા ઝડપાતા ચકચાર મચી છે. સુરતના હજીરાના પોર્ટ પરથી DRI (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ)એ પ્રતિબંધિત ટ્રામાડોલ (ફાયટર ડ્રગ્સ)નો 15 લાખ ટેબ્સ જેટલો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દવા આફ્રિકન દેશોમાં સપ્લાય કરવામાં આવી રહી હતી. જયારે DRIના અધિકારીઓએ દવાના ઉત્પાદન અને સપ્લાય સાથે જોડાયેલાં ત્રણ આરોપીની પણ ધરપકડ કરી છે.
ડીઆરઆઇનાં અધિકારીએ કહ્યું કે, દવાનો ઉપયોગ આતંકીઓ કરતા હોય છે. આ એક પ્રકારની પેઇન કિલર છે. ઓરલેન્ડો હેલ્થ કેર સહિતની બે કંપનીના નામે દવા એક્સપોર્ટ કરાતી હતી. બાતમી મળતા ડીઆરઆઇની ટીમે હજીરાના પોર્ટ પર એક કન્ટેનર ચેક કરતાં તેમાં નાર્કોટિક્સની યાદીમાં આવતી ટ્રેમાડોલના 15 લાખના જથ્થા કે જેની બજાર કિંમત સવા કરોડ જેટલી થાય છે તે ઝડપી પાડી હતી. સાથે ત્રણ આરોપી હર્ષલ દેસાઈ, મેહુલ દેસાઈ અને કેમિસ્ટ તામલેની ધરપકડ કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર સૂત્રોએ કહ્યુ કે આરોપીઓ સોનગઢની ફેક્ટરીમાં દવા બનાવતા અને ત્યાંથી તેને હજીરા પોર્ટ પર લવાતી હતી અને બાદમાં શિપમાં એક્સપોર્ટ કરાતી હતી. સોનગઢની ફેકટરી પણ હાલ સિલ કરી છે. આ દવા લાયસન્સ હોય તેને મર્યાદિત ઉત્પાદનની છુટ મળી હોય તેટલી જ ઉત્પાદન કરી શકાય. આરોપીઓ નિયમ કરતા વધુ દવા બનાતવા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news