આર્થિક સ્થિતિ કથડતા એક જ દિવસમાં સુરતના બે રત્નકલાકારોએ જીવન ટુકાવ્યું- જાણો વિગતવાર

હાલ જયારે સુરતમાં આત્મહત્યાના કેસો સતત વધી રહ્યા છે ત્યારે ફરીવાર એક આત્મહત્યાનો કેસ સામે આવ્યો છે જેમાં આર્થિક પરિસ્થિતિ બગડતા અને પરિવારનું ભરણ પોષણ કરવામાં પડતી તકલીફને લઇને રત્નકલાકર તરીકે કામ કરતા એક યુવાને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. જ્યારે બીજા યુવકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવતા હોબાળો મચી ગયો છે. પોલીસ દ્વાર આ બંને મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

કોરોના મહામારી વચ્ચે આવેલા લોકડાઉન બાદ હજુ અનેક વ્યક્તિ ધંધામાં ચઢ્યા નથી. જેના પગલે અનેક લોકો બેરોજગાર બન્યા છે. બેકાર બનેલા લોકોની આર્થિક સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. આ ઉપરાંત બીજી તરફ પરિવારની જવાબદારી માથે હોવાથી આવા લોકો હતાશ થઈને આત્મહત્યા કરી રહ્યા છે. સુરતમાં એક જ દિવસમાં બે રત્નકલાકરોએ આત્મહત્યા કાર્યની ઘટના સામે આવી છે.

પહેલા બનાવમાં મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના અયાવેજ ગામનો વતની અને હાલમાં સુરતના કાપોદ્રા વિસ્તારમાં માતૃશક્તિ સોસાયટીમાં રહેતા 28 વર્ષના નિલેશ બાબુભાઈ ચુડાસમા રત્નકલાકર તરીકે કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી તે આર્થિક તકલીફ સામે ઝઝૂમી રહ્યા હતા. જેને લઈને ગઈકાલે તેણે આવેશમાં આવીને વનમાળી જંકશન પાસે અનાજમાં નાખવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ મામલે સરથાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રનો વતની અને હાલમાં ડિંડોલી વિસ્તારના રામીપાર્ક સોસાયટીમાં રહેતો 20 વર્ષનો વિશાલ સુદામણભાઈ પાટીલ પણ રત્નકલાર તરીકે કામ કરતો હતો. કોરોના મહામારી અને લોકડાઉન વચ્ચે તેની નોકરી જતી રહી હતી. ત્યારબાદ તે સતત મહેનત કરવા છતાંય તેને કામ મળતુ ન હતું. છેલ્લા કેટલાય સમયથી તે આર્થિક તંગીમાં આવી ગયો હતો. જે બાદમાં યુવકે આવેશમાં આવીને ગઈકાલે ઘરમાં કોઈ હજાર ન હતુ ત્યારે પંખા સાથે સાડીનો છેડો બાંધીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *