સુરતમાં ભાજપના કાર્યકરે એકલતાનો લાભ લઈ ટેરેસ પર 15 વર્ષીય યુવતી સાથે કર્યા શારીરિક અડપલાં

સુરતના ઉધના વિસ્તારમાં ગાંધી કુટીર સોસાયટી ખાતે રહેતા યુવકે 15 વર્ષની કિશોરી સાથે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલે કિશોરીની…

સુરતના ઉધના વિસ્તારમાં ગાંધી કુટીર સોસાયટી ખાતે રહેતા યુવકે 15 વર્ષની કિશોરી સાથે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે. વિશાલ ઉર્ફે ભૂષણ પાટિલે કિશોરીની છેડતી કરી હતી. ટેરેસ પર એકલા હતા ત્યારે એકલતાનો લાભ લઈને કિશોરી સાથે અડપલાં કર્યા હતાં. છેડતી પછીના ચોથા દિવસે પોલીસે પોક્સો સહિતની કલમ લગાવી તેના વિરુદ્ધમાં ગુનો નોધ્યો છે. છેડતીનો આરોપી વિશાલ ભાજપનો કાર્યકર હોવાની સાથે સાથે નેતાઓ સાથે સંબધ  હોવાનું સામે આવ્યું છે.

વિશાલ પાટીલે કિશોરી સાથે શારીરિક છેડતી કરતા કિશોરી ભયભીત થઈ ગઈ હતી. ઘટના બાદ કિશોરીએ તેના પરિવારના સભ્યો જાણ કરી હતી. પરિવારના સભ્યોને જ્યારે યુવક દ્વારા પોતાની દીકરી સાથે ઘટના કર્યો હોવાનું જાણ થતાની સાથે જ ઉધના પોલીસનો સંપર્ક કર્યો હતો.

જ્યાં પીડિત કિશોરીએ તમામ બાબતો અંગે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા આરોપી વિશાલ ઉર્ફે ભૂષણ પાટીલની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેણે ટેરેસ ઉપર એકાંતનો લાભ લઇ ને કિશોરી સાથે શારીરિક અડપલા કર્યા હતા.

ભોગ બનનાર કિશોરી સગીર હોવાથી ઉધના પોલીસ સ્ટેશનમાં વિશાલ ઉર્ફે ભૂષણ સામે પોક્સો એક હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિશાલ ભૂષણ પાટીલ ગાંધી કુટીર સોસાયટીમાં રહે છે. મળતી માહિતી મુજબ, વિશાલ પાટીલ ભાજપનો સક્રિય કાર્યકર્તા છે. ભૂષણ પાટીલે કરેલા આ કૃત્યની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ચર્ચાપર્દ વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *