તમે ચોરોની ઘણી ઘટના સાંભળી હશે પરંતુ આ ચોરોની ઘટના કઈક અજીબોગરીબ જ છે. જેમાં સુરત પોલીસે એક એવો ચોર ઝડપી પાડ્યો છે જે માત્ર ને માત્ર ગૂગલમાં તમાકુની દુકાન શોધીને ચોરી કરતો હતો. આ આરોપીને ઝડપી પાડ્યા બાદ આરોપીએ બે મહિના પહેલા જૂનાગઢ અને પાંડેસરામાં ગુટખાની દુકાનો ગૂગલ મેપથી સર્ચ કરી 9 લાખથી વધુના સામાનની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું.
જોકે, વરાછા ખાતે કારખાનામાં નોકરી કરવા દરમિયાન આ કૃત્ય કરતો હોવાની વિગતોને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં સતત ચોરીની ઘટના વધી રહી છે. ત્યારે આવા ચોરોને પકડી પાડવાની સતત કામગીરી ચાલી રહી હતી.
આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, એક એવો ચોર જે ટેકનૉલૉજીનો ઉપયોગ કરીને ચોરી કરે છે. જાણવા મળ્યું છે કે, વરછા ખાતે એક કારખાનામાં કામ કરતો ઇસમ ગુગલ મેપનો ઉપયોગ કરીને એક ગેંગ બનાવીને તમાકુના ગોડાઉનમાં ચોરી કરતો હતો.
આ ઈસમો દ્વારા બે મહિના પહેલા જૂનાગઢ અને તાજેતરમાં સુરતના પાંડેસરામાં રૂપિયા 9 લાખની ચોરી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ ગેંગેને ઝડપવામાં તો સફળતા ન મળી છે પણ આ ગેંગનો મુખ્ય સૂત્રધારને પોલીસે બાતમીના આધારે વરાછાના મીની બજારમાંથી પકડી પાડ્યો છે
મળતી માહિતી મુજબ, તે વરાછામાં લેઝર મશીનના એક કારખાનામાં કામ કરતો હતો. પકડાયેલા રીઢા ચોરનું નામ નરેશ ઉર્ફે નરીયો લાડુમોર હોવાનું સામે આવ્યું છે. નરીયો મૂળ અમરેલીના રાજુલાનો છે. જોકે, પોલીસ દ્વારા આ ઈસમની અટકાયત કરી તેની પૂછપરછ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.
આરોપીના 5 સાગરિતોને વડોદરાની ક્રાઇમબ્રાંચ દ્વારા એક મહિના પહેલા પકડી પાડવામાં આવ્યા હતા. ટોળકી પહેલા રેકી કરે પછી રાત્રે તેમાંથી ચોરી કરે છે. ચોરી પછી ભાડેના ટેમ્પામાં ચોરીનો માલ લઈ નીકળી જાય છે. ટેમ્પા ચાલકને માલ લાવાનો છે એમ કહી લઈ આવતા હોવાનો ખુલાસો થયો છે. નરેશ અગાઉ સુરતમાંથી 14 વાહનની ચોરીમાં પકડાયો હતો.
આ ઉપરાંત તે પલસાણામાં લૂંટ અને પાસામાં પણ જઈ આવ્યો હતો. હાલ તેના સાગરિતોમાં મહાવીરસિંહ, ધર્મેશ, રામબાબુ, અજય અને જગદીશ જેલમાં છે. જોકે પોલીસ દ્વારા આ ઇસમ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે, આ ઈસમની તપાસ દરમિયાન ચોરીના અનેક ભેદ ઉકલાય તેવી આશંકા પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.