અલ્પેશ કથીરિયાએ જીતને લઈને કર્યો મોટો દાવો, કહ્યું- Varachha માં હું કે કુમારભાઈ નહી જીતીએ…

ગુજરાત(Gujarat): રાજ્યમાં તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ 15મી વિધાનસભા ચુંટણી(Gujarat election 2022)ના બે તબક્કાનું મતદાન યોજાઈ ગયું છે. જેનું પરિણામ આવતીકાલે જાહેર થશે. ત્યારે આ વિધાનસભા ચૂંટણીમાં વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં હતા. મહત્વનું છે કે, મતદાન પૂર્ણ થયા અને એક્ઝીટ પોલ બાદ સટ્ટા બજારમાં પણ ભાજપ(BJP)ના પ્રચંડ બહુમત મળી શકે સંકેત છે. સટ્ટોડીયાઓના મતે ભાજપને 140-142 બેઠક તો આપ(AAP)ને 4-6 બેઠક અને કોંગ્રેસ(Congress)ને 30-34 બેઠક મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બીજા તબક્કાના મતદાન અગાઉ સટ્ટાબજારનું સેશન ભાજપને 137-139નું હતું જે વધીને 140-142નું થઈ ગયું છે. ત્યારે સુરતની Varachha બેઠક સૌની ચર્ચામાં રહી છે.

ત્યારે આજે સુરતમાં વરાછા Varachha બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયાએ એક ન્યુઝ ચેનલ સાથે વાત કરી હતી. જેમાં તેણે જીતનો દાવો કરતા કહ્યું હતું કે, કોઈ ટેન્શન નથી. વરાછાની બેઠક અમે જીતીએ છીએ. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું. કે 2017માં જે માહોલ હતો તેના કરતા વિપરીત માહોલ છે, 2017માં પણ પાટીદાર અનામત આંદોલન સમીતિમાં સક્રિય હતા ત્યારે અમે કહેતા ભાજપ વિરુધ્ધ વોટ કરો પણ 2022માં લોકો કહે છે વોટ તો અલ્પેશને આપીશું. ગઈકાલે ચુંટણીનું પરિણામ છે અને આ પરિણામમાં અલ્પેશ કે કુમાર ભાઈ નહીં વરાછાની જનતા જીતશે.

સુરતમાં સટ્ટોડીયાઓના મતે ભાજપને જાણો કેટલી સીટ મળી શકે:
જણાવી દઈએ કે, સટ્ટોડીયાઓના મતે સુરત શહેરની 12 બેઠક પૈકી ઓછામાં ઓછી 11 બેઠકો ભાજપના ફાળે જવાની સંભાવના છે. જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની 54 પૈક્કી ભાજપના ફાળે 40-42 બેઠકો આવવાની સંભાવના છે. સૌથી વધુ સટ્ટો હાર્દિક પટેલની વિરમગામ બેઠક, અલ્પેશ ઠાકોરની ગાંધીનગર દક્ષિણ બેઠક પર લાગી રહ્યો છે. આ ઉપરાંત સટ્ટાબજારમાં ખંભાળિયા બેઠક પર લાગી રહ્યો છે સૌથી વધુ સટ્ટો, ભાજપના ઉમેદવાર મુળુભાઈ બેરાની જીતનો ભાવ 95 પૈસા બોલાઈ રહ્યો છે.

આવતીકાલે જાહેર થશે ચૂંટણીનું પરિણામ:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે એટલે કે આવતીકાલે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ આવતીકાલે જાહેર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *