35 ફૂંટ ઊંડા Borewell માં પડી ગયું બાળક, આખી-આખી રાત રેસ્ક્યુ ચાલ્યું પણ… માતાની રડી રડીને હાલત થઇ ખરાબ

માંડવી ગામમાં બોરવેલમાં borewell પડી ગયેલા 6 વર્ષના છોકરાને બચાવવાની કામગીરી ચાલી રહી છે. રેસ્ક્યુ ટીમનું કહેવું છે કે બાળક કોઈ જવાબ નથી આપી રહ્યો. આ કારણે, અમે તેને ખાવા કે પીવા માટે કંઈ મોકલી શકતા નથી. તેના શરીરમાં કોઈ હલચલ દેખાતી નથી. બોરવેલમાં ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે. બાળકે છેલ્લી વખત ગઈકાલે એટલે કે મંગળવારે સાંજે 5 વાગ્યાની આસપાસ વાત કરી હતી. તેણે કહ્યું હતું – ‘અહીં ખુબ અંધારું છે. મને ડર લાગી રહ્યો છે. મને જલ્દી બહાર કાઢો’

કલેક્ટર, એસપી સહિત તમામ અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર છે. સ્થળ પર 6 પોકલેન, 3 બુલડોઝર અને ટ્રેક્ટર રોકાયેલા છે. બોરવેલથી borewell 30 ફૂટ દૂર સમાંતર ખાડો ખોદવામાં આવી રહ્યો છે. એક ટનલ પણ બનાવવામાં આવી રહી છે. બચાવ ટીમે જણાવ્યું કે બાળક 35 ફૂટ ઊંડા બોરમાં ફસાઈ ગયું છે. લગભગ 15 ફૂટ વધુ ખોદવું પડશે. પથ્થરને કારણે ખોદવાનું કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. NDRFની ટીમ પણ સ્થળ પર છે.

કલેક્ટરે જણાવ્યું કે, બાળકને હાથમાં દોરડું બાંધીને ઉપર ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, તે પણ લગભગ 12 ફૂટ ઉપર આવી ગયો હતો. પરંતુ આ દરમિયાન દોરડું ખુલી ગયું અને તે ત્યાં જ ફસાઈ ગયો. રાત્રિના 12 વાગ્યાથી બાજુમાં નવો ખાડો ખોદવાનું કામ શરૂ કરીને બાળકને કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ દુર્ઘટના મંગળવારે સાંજે લગભગ 5 વાગ્યે બેતુલ જિલ્લાના માંડવી ગામમાં બની હતી. 6 વર્ષનો તન્મય અન્ય બાળકો સાથે સંતાકૂકડી રમી રહ્યો હતો. તે દરમિયાન પાડોશીના બોરવેલમાં પડી ગયો હતો. બોરવેલ માંથી તન્મયનો આવાજ આવતા મિત્રોને જાણ થઇ કે તન્મય આ બોરવેલમાં પડી ગયો છે. આ અંગે પરિવારજનોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *