સુરતના વરાછાના વિદ્યાર્થીઓની સરકારી કોલેજની માંગ ‘બહેરી સરકાર’ નથી સાંભળી રહી, વાંચો રિપોર્ટ

Published on: 2:21 pm, Mon, 21 January 19

સુરત શહેરની વસ્તી અંદાજે 60 લાખ છે. સુરતમાં છેલ્લા 25 વર્ષમાં એક પણ સરકારી કોલેજ બનાવવામાં નથી આવી જેને લઈને શહેરની સૌથી વધુ વસ્તી ધરાવતા વિસ્તાર વરાછાના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા બે વર્ષથી વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ બને તે માટે માંગ કરવામાં આવી રહી છે, વિદ્યાર્થીઓ દ્વારા 150 થી વધુ સોસાયટીના પ્રમુખો, આગેવાનો ના લેટર પેડ પર કોલેજની માંગ કરીને મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, સુરતના 12 ધારાસભ્યોને રજૂઆત કરી ચુક્યા છે. સરકારી તંત્ર દ્વારા આ વિદ્યર્થિઓને અલગ અલગ શાખાઓમાં પત્ર ફોરવર્ડ કરીને સતત ગેરમાર્ગે દોરીને આંખ આડા કાન કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ સરકારી સાયન્સ, કોમર્સ અને BCA કોલેજ શરૂ થાય તેવી માંગ કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ રોહિત તળાવીયા દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, માનનીય મહેસુલ મંત્રી કૌશિક પટેલ ઉપરાંત ગુજરાતના વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણીને લેખિતમાં રજુઆત કરવામાં આવી છે.

રોહિત તળાવીયાએ પત્ર માં જણાવ્યું છે કે, ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે દિવસે ને દિવસે વિદ્યાર્થીઓની રુચિ તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ગુજરાત તેમજ રાષ્ટ્રહિત માટે સારું છે. સુરત શહેરમાં દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ 12 પાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટે લાયકાત બને છે .દર વર્ષે દર પણ વધી રહ્યો છે .સુરતના વરાછા વિસ્તારમાં અંદાજે 20 લાખ કરતા વધુ વસ્તી હોવા છતાં આ વિસ્તારમાં એક પણ સરકારી કોલેજ નથી આ ઉપરાત સુરત શહેરના કુલ વિદ્યાર્થીઓ માંથી અંદાજે 40% થી વધુ વિદ્યાર્થીઓ વરાછા વિસ્તારમાં આવે છે તેથી આ વિસ્તારના વિદ્યાર્થીઓને દૂર તેમજ અન્ય સિટીમાં કોલેજ માટે જવું પડે છે તમેજ પરિવહન ખર્ચ પણ લાગે છે તેથી સુરત મહાનગર અને વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં આવનારા સમયમાં સરકારી કોલેજ ચાલુ કરવા બાબતે બજેટમાં આ વિષયને સામેલ કરવામાં એવી વરાછાના લોકોની માંગ સાથે વિન્નતી કરવામાં આવે છે.

આ સિવાય પણ રોહિત સાથે જોડાયેલા અન્ય વિદ્યાર્થી નેતા અને સાયન્સમાં અભ્યાસ કરતા ધ્રુવીત ઢોલરીયા સહીત મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ જોડાયા છે.