શાહરુખની દીકરીએ સ્વિમિંગપૂલમાં કોની સાથે કરી KISS? ફોટો થયા વાઇરલ

Published on: 4:52 am, Tue, 22 January 19

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શાહરૂખ ખાનની દિકરી સુહાના ક્યારેક પોતાના સ્ટાઇલના કારણે તો ક્યારેક પોતાની સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા ફોટોઝ-વીડિયોઝને લઇને સતત ચર્ચામાં રહે છે. આ વખતે સુહાનાનો એક સ્વીમિંગ પૂલના ફોટોઝ અને વીડિયોઝને સોશ્યલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે જેથી તે ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં સ્વિમિંગ પૂલમાં એક કૂતરાને કિસ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો સુહાનાના ઓફીશિયલ એકાઉન્ટ પરથી નહીં, પરંતુ ગ્લેમર એલર્ટ નામના એક ઇન્સ્ટાગ્રામ હેંડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અંગે કેટલાક લોકો સુહાનાના વખાણ કરી રહ્યાં છે, જ્યારે કેટલાક લોકો સુહાનાને જાત-જાતની સલાહ આપી રહ્યાં છે.

સારા અલી ખાનની બોલિવૂડ એન્ટ્રી બાદ સુહાનાના બોલિવૂડ ડેબ્યુની પણ ચર્ચાઓ થઇ રહી છે. પહેલાં કહેવામાં આવ્યું હતું કે, તે ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી ડેબ્યુ કરશે, પરંતુ તે પછી સામે આવ્યું કે આ ફિલ્મ દ્વારા તેની ફ્રેન્ડ અનન્યા પાંડે ડેબ્યુ કરશે. શાહરૂખે કહ્યુ કે, ”’ઝીરો’ના સેટ પર સુહાનાએ ઇન્ટર્નશિપ કરી હતી. તે કહે છે કે, તેને સેટ પર બોલવવાનું એ જ કારણ હતુ કે, તે સેટ પર જુએ કે હિરોઇનોની કામ કરવાની પ્રોસેસ શું હોય છે, તેનાથી તે બાબતોને પ્રેક્ટિકલી સમજી શકશે અને સારી રીતે કામ કરી શકશે.” મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એવી પણ ચર્ચા છે કે સુહાના ટૂંક સમયમાં જ ડેબ્યૂ કરી શકે છે.