સુરતના એક જ ફળીયામાંથી ઉઠી એક સાથે ૭ નનામી, સર્જાયા માતમના દ્રશ્યો

સુરતમાં તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે કોંકણી પરિવાર પીકનીક મનાવવાના અર્થે ઉકાઇ જળાશય કિનારે ગયેલા સગાસ્નેહીઓના બાળકો, મિત્રોની હોડી અચાનક પલટી જવાથી એકસાથે ૭ દિપ…

સુરતમાં તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે કોંકણી પરિવાર પીકનીક મનાવવાના અર્થે ઉકાઇ જળાશય કિનારે ગયેલા સગાસ્નેહીઓના બાળકો, મિત્રોની હોડી અચાનક પલટી જવાથી એકસાથે ૭ દિપ બુઝાઇ ગયા હતા.  મૃતકો હોડીની મજા માણી રહ્યા હતા તે સમયે હોડી પલટી જતા આ ગોઝારી ઘટના બની હતી. સાંતેય મૃતકોની સ્મશાન યાત્રા આજે નિકળી હતી. જેથી ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો. જેમા 6 જણાની ખ્રિસ્તી ધર્મ અને 1ની હિન્દુ ધર્મ પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવી.

શું હતી ઘટના?

કોંકણી પરિવાર તાપી નદીના ઉકાઈ જળાશય ખાતે ફરવા નીકળ્યું હતું. દરમિયાન આ પરિવારના 13 જેટલા સભ્યો ઉકાઈ જળાશયમાં ઉચ્છલ તાલુકાના ભીડખુદ ગામે વણઝારી ફોગારો વિસ્તારમાં હોડીમાં બેસીને પિકનીક કરવા ગયા હતા. આ દરમિયાન ભારે પવનને કારણે તેમની હોડી પલટી ગઈ હતી. ઉકાઈ જળાશયમાં હોળી પલટી જતા બે નાની બાળકીઓ તથા એક બાળક સહિત પરિવારના 7 સભ્યો પાણીમાં ડૂબી ગયા હતા. સુરત ફાયર, સોનગઢ-વ્યારા ફાયરના સંયુક્ત ઓપરેશનમાં સાતેયના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તમામના પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યા હતા.

મૃતકના નામ 

જળદુર્ઘટનામાં બાળકો એંજલબેન ડેવલીડભાઇ કોંકણી(ઉં.વ.૫), સંજનાબેન રાજેશભાઇ કોંકણી(ઉં.વ.૧૪), અભિષેકભાઇ રાજેશભાઇ કોંકણી(ઉં.વ.૧૨), આરાધ્યાબેન સુકલાલભાઇ કોંકણી(ઉં.વ.૭), વિનોદ બુધીયાભાઇ કોંકણી(ઉં.વ.૧૮), ઉર્મિલાબેન રતુભાઇ કોંકણી(ઉં.વ.૨૦), રાજેશભાઇ બલીરામભાઇ કોંકણી(ઉં.વ.૩૩) મળી ૭ વ્યકિતના ડુબી જવાથી મોત થયા હતા. રાજેશભાઇ અને તેમના બે બાળકો, રાજેશ કોંકણીના ભાઇની દિકરી આરાધ્યા સહિત અન્ય પણ કુટુંબીજનો જ છે.

પરિવારજનોનું હૈયાફાટ રૂદન

પોસ્ટમોર્ટમ બાદ તમામના મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. જેથી ગત રોજ મોડી સાંજે તમામ સાતેય મૃતકોની એક સાથે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રામાં સુંદરપુર આખું ગામ જોડાયું હતું. પરિવારજનોના હૈયાફાટ રૂદનથી અંતિમયાત્રામાં જોડાયેલા તમામની આંખો ભીની થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *