‘મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું, પપ્પાનું ધ્યાન રાખજો,’ મહિલા ડૉક્ટરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી

હાલમાં સુરતમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફની અછત વર્તાઈ રહી છે. તેવામાં જાણવા મળ્યું છે કે, એક મહિલા ડોકટરે પોતાના ઘરમાં ઇન્જેક્શનનાં ઓવરડોઝ લઇને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. આ મહિલા તબીબનો મૃતદેહ તેના ધરમાંથી મળી આવતા હોબાળો મચી જવા પામ્યો છે. જોકે, પોલીસને મળેલી અંતિમ ચિઠ્ઠીમાં પિતા પ્રત્યેની અપાર લાગણીઓ દર્શાવવામાં આવી છે.

દીકરીએ મરતામરતા પણ પિતાની ચિંતા કરતા લખ્યું કે, ‘હું મારા પપ્પાને ખૂબ પ્રેમ કરું છું, મારા પપ્પાનું ધ્યાન રાખજો’. સુરત શહેરમાં એક તરફ કોરોના વાઇરસનો કહેર જેમાં રોજના 800-900 કેસ અને કોરોના સામે જંગ લડી રહેલા તબીબો. લોકો ખરેખર સફેદ પીપીઈ કીટમાં ફરતા તબીબોને ઇશ્વર માનતાં થઈ ગયા છે તેવામાં તબીબી આલમમાં ચકચાર મચાવતી એક ઘટના સામે આવી છે. શહેરના અડાજણ વિસ્તાર ખાતે આવેલ ખાનગી હોસ્પિટલમાં કામ કરતી મહિલા તબીબનાં આપઘાતની ઘટના સામે આવતા હોબાળો મચી જવા પામ્યો છે.

સુરતના અડાજણના મુક્તાનંદ સોસાયટી પાર્ક કૃતિ એપાર્ટમેન્ટમાં રહેતી 29 વર્ષની ડોક્ટર અહલ્યા સથીષ ખાનગી હોસ્પિટલમાં એનેસ્થેસિયા તરીકે ફરજ બજાવતી હતી. એક-બે દિવસથી તેના પરિચિત ડોક્ટર ફોન કરતા હતા. પરંતુ તેણે ફોન રિસીવ કર્યા ન હતા. જેથી તેમની બહેનપણીઓને શંકા થતા તે તેના પરિચિત વ્યક્તિના ઘરે ગયા હતા.

જ્યાંથી ચાવી લઈને ઘરનો મેઇન દરવાજો ખોલ્યો હતો. બેડરૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. દરવાજો તોડ્યા બાદ તે રૂમમાં રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવતા ચોંકી ઉઠ્યા હતા. જોકે, આ મામલે પોલીસ તપાસ શરૂ કરતા મરનાર મહિલા તબીબ અહલ્યાએ હાથમાં ઈન્જેક્શનનો વધુ પડતો ડોઝ લઈને આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

તેની પાસેથી મળેલી સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘આ પગલું ભરું છું તે માટે કોઇ જવાબદાર નથી. મારા પપ્પાને પ્રેમ કરું છું, પપ્પાનું ધ્યાન રાખજો.’ આ અંગે અડાજણ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ સમયે હાલમાં તબીબોની હોસ્પિટલમાં અછત વર્તાઈ રહી છે, તેવામાં આ મહિલા તબીબનાં આપઘાતને લઈને તબીબી ક્ષેત્રમાં શોકનો છવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *