વતનથી પરત ફરેલ 20 વર્ષીય સુરતના રત્નકલાકારને 15 દિવસથી કામ ન મળતા ગળે ફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે જેના ખાસ કરીને સુરતમાં કોરોનાના કેસ ખુબ જ છે જેના કારણે હીરા ઉદ્યોગ બંધ…

હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસ ખુબ જ ઝડપથી વધી રહ્યા છે જેના ખાસ કરીને સુરતમાં કોરોનાના કેસ ખુબ જ છે જેના કારણે હીરા ઉદ્યોગ બંધ કરવામાં આવ્યા હતા. કારખાના બંધ હોવાના કારણે રત્નકલાકારોએ વતનની વાત પકડી હતી. પરંતુ હવે રત્નકલાકારો પરત ફરી રહ્યા છે. ત્યારે તેમને હવે કામ મળી રહ્યું નથી. શહેરનાં (Surat) વેડરોડ વિસ્તારમાં રહેતા અને રત્નકલાકાર  તરીકે કામ કરતા યુવાન 15 દિવસ પહેલા વતનથી સુરત આવ્યા બાદ આર્થિક સંકડામણ અનુભવતા પોતાની રૂમમાં ગળે ફાસો (suicide) ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. યુવાનના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાઉ થઇ ગયો છે.

મળતી માહિતી અનુસાર, 20 વર્ષીય યુવક મૂળ છોટા ઉદેપુરના દેલવાણીયા ગામનો વતની ભુપેદ્રસિંહ ધર્મેદ્રસિંહ રાજપૂત છેલ્લા લાંબા સમયથી સુરતના વેડરોડ પર આવેલ નિર્મલ નગરના શ્યામ કોમ્પ્લેક્સમાં રહેતો હતો અને રત્નકલાકર તરીકે કામ કરતો હતો. તેની આવકમાંથી યુવાન વતનમાં રહેતા પરિવરને આર્થિક મદદ કરતો હતો. જોકે કોરોના મહામારી વચ્ચે વેપાર ઉધોગ બંધ થઇ જતા ભુપેદ્રસિંહ પણ પોતાના વતન જઈને પિતાને ખેતીકામમાં મદદ કરતો હતો.

કોરોના અનલોકમાં ઉધોગ શરૂ થતા આ યુવાન રોજીરોટી માટે 15 દિવસ પહેલા જ સુરત આવ્યો હતો. ગતરોજ પોતાના રૂમમાંથી બહાર ન આવતા સ્થાનિક લોરોએ  યુવાનના મિત્રો અને સંબધીને જાણ કરી હતી. તે લોકોએ આવીને યુવાનનો રૂમ ખોલતા યુવાન ગળેફાસો ખાધેલી હાલતમાં લટકેલો મળી આવતા સ્થનિક લોકો દ્વારા આ ઘટના મામલે પોલીસ ને જાણકારી આપવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાની જાણ પોલસને થતા પોલીસ ઘટના સ્થળ પર આવીને તપાસ શરુ કરી દીધી છે. મરનાર યુવાન 15 દિવસ પહેલા વતનથી આવ્યા બાદ સતત આર્થિક સંકડામણ અનુભવતો હતો. કારણ કે, વતનથી આવ્યા બાદ 15 દિવસ થઇ ગયા હતા ને તેને કામ મળતું નહિ હોવાને લઈને તે હતાશ થઇ ગયો હતો. માનસિક તાણ અનુભવતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *