સુરતનું યુવાધન ડ્રગ્સને રવાડે: રેલવે સ્ટેશન પરથી 19.80 લાખનું MD ડ્રગ્સ સાથે 28 વર્ષીય યુવતીની ધરપકડ

પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર ડ્રગ્સની તેમજ એની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવાં જ…

પ્રતિબંધ હોવાં છતાં અવારનવાર ડ્રગ્સની તેમજ એની હેરાફેરી કરી રહેલ આરોપીની ધરપકડ કરવામાં આવી એવાં સમાચાર સામે આવતા હોય છે ત્યારે હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસઓજીની ટીમ દ્વારા લગભગ 19.80 લાખનું MD ડ્રગ્સ સાથે સુરતમાંથી એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે.

સુરત શહેરને નશામુક્ત કરવા માટે સુરત પોલીસ દ્વારા સખ્ત પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જોકે, હજુ પણ આ કારોબાર ચાલી રહ્યો છે અને યુવાધનને બરબાદ કરવા અનેક લોકો સક્રીય છે. આ દરમિયાન આવા જ નશાનો કારોબાર કરનાર ગુનેગારોને સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચને વાત મળી હતી કે, સુરત રેલવે સ્ટેશન સામેથી 28 વર્ષીય એક યુવતીને 19.80 લાખ રૂપિયાના MD ડ્રગ્સ સાથે ઝડપી હતી. જયારે તેમાંથી 2 વોન્ટેડ છે. કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાનને બાતમી મળી હતી કે, સુરતની યાસ્મીનબાનુ મુંબઈથી ડ્રગ્સ લઈને આવે છે. તેથી રાત્રે 2.30 વાગ્યે સુરત રેલવે સ્ટેશન સામે વોચ ગોઠવી હતી. રેલવે સ્ટેશન બહાર યાસ્મીનબાનુ ઉર્ફ મન્ના કાદરિયા શેખ(રહે. રાજ ગેસ્ટ હાઉસ પાસે, તલાવડી,સગરામપુરા) આવતા પકડી લીધી હતી.

ઝડતી લેતા તેની પાસેથી 198 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. તેની કિંમત 19.80 લાખ રૂપિયા થાય છે. પોલીસે તેની પાસેથી ફોન અને ડ્રગ્સ કબજે કર્યું હતું. પુછપરછમાં તેણીએ જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ તેના બનેવી મોહમ્મદ સાજીદ સલીમ કુરેશી (રહે. કોશિયા બેકરી પાસે બડેખા ચકલા)એ મુંબઈથી મંગાવ્યું હતું. તે ડ્રગ્સ લેવા મુંબઈ ગઈ હતી. ત્યાંથી આરોપી સોનુએ તે ડ્રગ્સ આપ્યું હતું. અહીં તે ડ્રગ મોહમ્મદ સાજીદ સલીમ કુરેશીને આપવા માટે જતી હતી. પોલીસે સાજીદ અને સોનુને વોન્ટેડ જાહેર કર્યા છે.

અત્રે ઉલેખનીય છે કે, એકાદ વર્ષ પહેલા યાસ્મીનબાનુના બનેવી સાજીદનો ભાઈ ગુલામ ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. ગુલામ બાદ સાજીદ ડ્રગ્સના ધંધામાં રસ લેવા લાગ્યો હતો. તે ડ્રગ્સની હેરાફેરી માટે તેની સાથે યાસ્મીનબાનુનો ઉપયોગ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *