હાલ કોરોના મહામારી વચ્ચે જયારે શહેરી વિસ્તારમાં એકે બાજુ મીની લોકડાઉન છે ત્યારે તમામ વેપાર ઉધોગ બંધ છે તેવામાં જાણવા મળ્યું છે કે, દારૂની હાટડીઓ ખૂલેઆમ ધમધમી રહી છે. પાનના ગલ્લાની જગ્યા પર સુરત શહેરમાં ખુલેઆમ દારૂ વેચાતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો પણ એક સમયે વિચારમાં પડી ગયા હતા કે ગાંધીના ગુજરાતમાં આવી રીતે દારૂ વેચાય છે કે શું?
હાલમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આડકરૂં લૉકડાઉન આપવામાં આવ્યું છે. આ દરમિયાન આવશ્યક ચીજવસ્તુ સિવાય તમામ દુકાનો અને વેપારધંધા બંધ છે ત્યારે સુરતમાં પાનના ગલ્લા ભલે બંધ હોય પરંતુ લારીમાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. જોકે, આ દાવો અમે નથી કરતા પરંતુ આવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
મળતી માહિતી મુજબ, આ વીડિયો સુરતના છેવાડે આવેલ સચિનમાંથી સામે આવ્યો છે જેમાં એક યુવક દારૂની પોટલીઓ રેકડીમાં ખુલ્લેઆમ મૂકીને વેચી રહ્યો છે. આ દરમિયાન તેનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં યુવક આ દારૂ કોનો છે તેવું પૂછનાર વ્યક્તિને એક મહિલા બૂટલેગરનું નામ પણ આપે છે.
ગુજરાત આમ તો ગાંધીનું કહેવાય છે અને અહીંયા દારૂ પર પ્રતિબંધ છે ત્યારે ખુલે આમ દારૂ વેંચાતો હોવાને લઈને ગાંધીના ગુજરાતમાં અને તેમાં પણ મહામારીના સમયે આવી રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય તે માટે જવાબદાર કોણ? પોલીસની નજર હેઠળ દારૂનું વેચાણ ચાલતું હોવાને લઈને શહેરના એક જવાબદાર નાગરિક દ્વારા આ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે.
જોકે, ગાંધીના ગુજરાતમાં આ રીતે દારૂનું વેચાણ થઇ શકે કે શું? આ સવાલ સાથે વાયરલ થયેલા વીડિયોને લઈને અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે આ વીડિયોને લઈને પોલીસના અધિકારી પગલા ભરે છે કે પછી કેમ તે જોવું જ રહ્યું.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.