સુરતીવાસીઓના ગૌરવમાં વધારો થયો છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. શહેરના સિટીલાઈટ વિસ્તારમાં રહેતી 16 વર્ષીય શ્રદ્ધા પટેલે ‘મિસ ટીન ઈન્ડિયા’ સ્પર્ધાનો ખિતાબ જીત્યો છે. આગ્રામાં આયોજિત થયેલ સ્પર્ધામાં એક બાદ એક રાઉન્ડમાં ટોપ કરીને તાજ હાંસલ કર્યો હતો.
આની સાથે જ નાનપણથી જ મોડલિંગની દુનિયામાં કદમ મૂકનારી શ્રદ્ધા જણાવે છે કે, આ સ્પર્ધા જીતીને ખૂબ આનંદિત છું. પરંતુ હજુ પણ મારે મિસ વર્લ્ડ કે, મિસ યુનિવર્સ બનીને દેશનું નામ રોશન કરવું છે. આમ સુરતીલાલાઓનાં ગૌરવમાં વધારો થયો છે.
ચાર રાઉન્ડમાં સ્પર્ધા યોજાઈ:
આગ્રામાં 1 ઓગસ્ટથી 6 ઓગસ્ટ સુધી મિસ ટીન ઈન્ડિયા સ્પર્ધા આયોજીત તે હતી કે, જેમાં તાજ હાંસલ કરનાર શ્રદ્ધા જણાવે છે કે, મેં સોશિયલ મીડિયા મારફતે આ સ્પર્ધા અંગે જાણ્યું હતું. ત્યારપછી આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. શરૂઆતમાં મને 28માં પસંદ કરવામાં આવી હતી. જો કે, આગ્રામાં યોજાયેલ ફોટોશૂટ રાઉન્ડ તથા ક્વેશન આન્સરથી લઈને ફક્ત 4 રાઉન્ડમાં મારૂં પર્ફોમન્સ સારૂં લાગતાં મને સ્પર્ધામાં વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.
હજારથી વધુ સ્પર્ધકો વચ્ચે વિજેતા બની:
આગ્રામાં આવેલ હોટેલ રીટ્રિટમાં ‘મિસ ટીન ઇન્ડિયા’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું કે, જેમાં સમગ્ર દેશમાંથી 1,000 જેટલી મોડલ્સએ ભાગ લીધો હતો કે, જેમાં વિજેતા થયેલ શ્રદ્ધાને મોડલ સાક્ષી દીક્ષિત તથા પ્રસિદ્ધ ફેશન કોરિયોગ્રાફર ખીઝાર હુસેન દ્વારા શો સ્કાઉટ તેમજ ડિરેકટ કરવામાં આવ્યો હતો.
આકરી મહેનત કરીને સ્પર્ધા જીતી:
ફક્ત 11માં ધોરણમાં અભ્યાસ કરતી શ્રદ્ધાએ આ સ્પર્ધા જીતવા માટે ડાન્સથી લઈને વોક તથા પર્સનાલિટી ડેવલપમેન્ટની તાલીમ લીધી હતી. અનેક દિવસો સુધી આ પ્રેક્ટિસ કર્યા પછી તેણીએ ફૂડનો પણ ત્યાગ કર્યો હતો. મોડલિંગ ક્ષેત્રમાં આગળ વધતી શ્રદ્ધા જણાવે છે કે, આ ક્ષેત્રમાં નેગેટિવ તથા પોઝિટિવ વિચારસરણી એમ બન્ને પ્રકારના લોકો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.