સુરત: શહેર (City) માં રહેતી એક ફક્ત 12 વર્ષની દીકરી (Daughter) એ 24 માસની પ્રેક્ટિસમાં દેશી પિસ્તોલથી શૂટિંગ સ્પર્ધામાં (Competition)ગોલ્ડ મેડલ (Medal) હાંસલ કરી સુરત (Surat) નું ગૌરવ વધાર્યું છે. 25 સપ્ટેમ્બરે રોજ અમદાવાદ (Ahmedabad) ખાનપુર (Khanpur) માં આવેલ રાઇફલ ક્લબમાં ગુજરાત સ્ટેટ શૂટિંગ ચેમ્પિયનશીપનું આયોજન થયું હતું.
યૂથ વિમેન્સ ઇન્ડિવિઝ્યુઅલમાં સુરતમાં રહેતી રિતિકા નીતિન કહારે (બાંગાવાલા) ગોલ્ડ મેડલ મેળવતા પરિવારે ગૌરવની લાગણી અનુભવી હતી. રિતિકાએ 37,000 રૂપિયાની દેશી પિસ્તોલથી 400 માંથી 362 પોઇન્ટ મેળવ્યા હતા. પિતા કમ કોચ નીતિનભાઇ જણાવે છે કે, અમે સાધારણ પરિવારથી આવીએ છીએ, ફક્ત દીકરી આત્મનિર્ભર બને એ હેતુથી જ રાઇફલ શુટીંગ કરાવું છું.
સાધારણ પિસ્તોલથી સફળતા મેળવી:
નીતિનભાઈ કહાર જણાવે છે કે, ધોરણ 8માં અભ્યાસ કરતી દીકરી રિતિકા દેશી તેમજ સસ્તી પિસ્તોલથી પ્રેક્ટિસ કરતી હતી. જ્યારે અન્ય ખેલાડીઓ ઇમ્પોર્ટેડ પિસ્તોલ એટલે કે 1 લાખ રૂપિયાથિલ અને 2.5 લાખ રૂપિયાની વચ્ચે આવતી પિસ્તોલથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. હું પરંપરાગત મત્સ્ય ઉધોગના વેપાર સાથે સંકળાયેલો છું. મોંઘા વેપન્સ માટે પૈસા ન હતાં.
એકસાથે ત્રણ ગોલ્ડ મેળવ્યાં છે:
નીતિનભાઈ જણાવે છે કે, રિતિકા નાનપુરા જીવન ભારતી સ્કૂલમાં ધોરણ 8 માં અભ્યાસ કરી રહી છે. આજથી 2 વર્ષ અગાઉ શૂટિંગમાં ભાગ લેવા માટે પ્રેરણા આપી હતી. સુરતમાં શૂટિંગ તલિમ ખૂબ ખર્ચાળ હોવાથી દરરોજ 1 ક્લાક પ્રેક્ટિસ માટે 30-40 કારતૂસ તેમજ પાંચથી વધારે ટાર્ગેટ કાર્ડ વપરાતા હતા.
એમ છતાં દીકરીએ હિંમત હાર્યા વિના તાલીમ શરૂ કરી દીધી હતી. હું પોતે જ દીકરીને શૂટિંગની તાલીમ આપતો હતો. રિતિકા 6 વર્ષની હતી ત્યારથી કરાટે રમતી હતી. ઓડિશામાં નેશનલ કરાટેમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. સ્ટેટ લેવલની સ્પર્ધામાં 3 ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. પિતાએ તેને શૂટિંગમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કરી હતી.
મફત ટ્રેનિંગ આપે છે:
સોની ફળિયા આર્ય સમાજ મંદિરમાં કરાટે કોચ તથા સર્ટિફાઇડ શૂટિંગ ઇન્સ્ટ્રક્ટર નીતિન કહારે જણાવે છે કે, વાલી બોર્ડની પરીક્ષાના હાવથી બાળકને સ્પોર્ટ્સમાં મોકલતા બંધ થઇ જાય છે. શૂટિંગને લીધે વિદ્યાર્થીને અભ્યાસમાં મદદ મળે છે. એકાગ્રતા તેમજ યાદશક્તિમાં વધારો થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.