વૃધ્ધોને નશીલા પદાર્થ સુંઘાડી 19 થી વધુ મહિલાઓને લુંટી લેનાર મહિલા ચોરને પકડી પાડતી સુરતની વરાછા પોલીસ ટીમ

Surat Crime: ગુજરાતના અલગ અલગ સ્થળોએ 19 થી વધુ વૃદ્ધ મહિલાઓ ને ટાર્ગેટ કરી નશીલો પદાર્થ સુંઘાડી દાગીના ચોરી લેતી શાતીર મહિલા ચોર(Surat Crime)ને સુરતની…

Surat Crime: ગુજરાતના અલગ અલગ સ્થળોએ 19 થી વધુ વૃદ્ધ મહિલાઓ ને ટાર્ગેટ કરી નશીલો પદાર્થ સુંઘાડી દાગીના ચોરી લેતી શાતીર મહિલા ચોર(Surat Crime)ને સુરતની વરાછા પોલીસની ટીમે પકડી પાડી છે. શહીદા બીબી ઉર્ફે સલમા પઠાણ નામની શાતીર મહિલા ચોર 19 થી વધુ ગુનાને અંજામ આપી ચૂકી છે. વૃદ્ધ મહિલાઓને નશીલો પદાર્થ સુંઘાડી દાગીના ચોરી લેનાર મહિલા ચોરને વરાછા પોલીસે જેલ હવાલે કરી છે

નશીલો પદાર્થ સૂંઘાડી દાગીના તફડાવી લીધા
ગુજરાતમાં દિવસેને દિવસે ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે.ચોરી,લૂંટ,હત્યા જેવી ઘટનાઓ અવારનવાર સામે આવ્યા કરે છે.ત્યારે ગત તારીખ બીજી જાન્યુઆરીના રોજ વયોવૃધ્ધ પોતાના ઘરની ગટરનાલઈન જામ થઈ જતા ભેસ્તાન એસએમસી ઓફિસ ખાતે ગયા હતાં. ત્યાંથી રીર્ટન આવતા હતા ત્યારે ઉધના હરીનગર પાસેથી અજાણી મહિલા પાસે આવી અને પોતે ઓળખતી હોવાનો ડોળ કરી વાતચીત કરી હતી. બાદમાં દુપટ્ટામાં નશીલો પદાર્થ સુંઘાડી બેભાન જેવી બનાવી દઈ કુલ 75 હજારના દાગીના ઉતારી લીધા હતાં.

અમદાવાદ ખાતેથી કરી આરોપી મહિલાની ધરપકડ
આ કેસમાં પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી સહિતના ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી સૈઈદા બીબી ઉર્ફે સલમા ફિરોજખાન અશરફખાન પઠાણ રહે. દાગજીપુરા ઠાકોરવાસ ઉમેરઠ આણંદને ઝડપી લીધી હતી. આ આરોપી મહિલાને અમદાવાદના સાબરમતી રત્નપેલેસ હોટલ ખાતેથી પકડીને પૂછપરછ કરવામાં આવતાં તેણીએ ગુનાની કબુલાત કરી હતી. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ મહિલા આરોપી અગાઉ પણ 19 ગુનાઓમાં સંડોવાયેલ છે.તેને શહેરના જુદા જુદા વિસ્તારમાં લોકોને પોતાની જાળમાં ફસાવી અનેકવાર ચોરીને અંજામ આપી ચુકી છે,ત્યારે આ મહિલા આરોપીને વરાછા પોલીસે પકડી પાડી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.