દેવાયત ખવડ સામે લોકોનો ઉગ્ર વિરોધ- આ સમાજના લોકોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું… -જુઓ વિડીયો

ગુજરાત(Gujarat): સુરેન્દ્રનગર(Surendranagar)ના ધ્રાંગધ્રા(Dhrangdhra) તાલુકાના એંજાર અને કોંઢ ગામે લોક કલાકાર અને સાહિત્યકાર દેવાયત ખવડ(Devayat Khavad)ની તસવીરને સળગાવીને વિરોધ નોંધવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં ધોળા દિવસે ક્ષત્રિય સમાજના મૂળ કોંઢ ગામના યુવક પર લાકડી વડે દેવાયત ખવડ સહિત અન્ય એક યુવાન દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવક પર હુમલાના વિરોધમાં ક્ષત્રિય સમાજના યુવકો દ્વારા દેવાયત ખવડની તસવીરને સળગાવને વિરોધ નોંધવવામાં આવ્યો હતો. માત્ર એટલું જ નહી ઉપરાંત ધ્રાંગધ્રા તાલુકામાં કોઈપણ જગ્યાએ દેવાયત ખવડનો કાર્યક્રમ નહિ કરવા દેવાની પણ ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. સાથે જ હુમલો કરનાર લોક કલાકારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે દેવાયત ખવડે હુમલો કરેલો વ્યક્તિ મયુરસિંહ રાણા મૂળ ધ્રાંગધ્રાના કોઢ ગામનો છે.

જાણો શું છે સમગ્ર મામલો:
રાજકોટમાં એક યુવાન પર ધોળાદિવસે જીવલેણ હુમલો કરવામાં લોકગાયક દેવાયત ખવડનું નામ સામે આવ્યું હતું. જાણવા મળી રહ્યું હતું કે, દેવાયત ખવડે તેના બે માણસો સાથે મળીને દિનદહાડે રાજકોટના સવેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં મયુરસિંહ ગંભીર રીતે ઘાયલ થયો હતો અને પગના ભાગે લોહી નીકળવા લાગ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મયુરસિંહ રાણા નામના યુવક પર દેવાયત ખવડે જીવલેણ હુમલો કર્યો છે. જાણવા મળ્યું છે કે દેવાયત ખવડે લોખંડના પાઇપ દ્વારા મયુરસિંહ રાણા નામના વ્યક્તિને અસહ્ય માર માર્યો હતો. ત્યારબાદ મયુરસિંહ રાણાને ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

આ ઘટના અંદાજે બપોરના ત્રણ થી સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. જાણવા મળ્યું છે કે, રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર અચાનક દેવાયત ખવડ અને અન્ય બે અજાણ્યા યુવકો પાઇપ લઈને તૂટી પડ્યા હતા. આ ઘટનામાં યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.

અમને જણાવી દઈએ કે, મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે શું થયું હતું તેની જાણકારી પ્રાપ્ત થઈ નથી. પરંતુ ધોળા દિવસે ગુજરાતના નામાંકિક વ્યક્તિ દ્વારા આવી ઘટના બનવી તે કોઈ સારી વાત નથી. ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષની લાગણી છવાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *