Surendranagar, Gujarat: ફરી એક વાર અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો છે. હાઇવે પર મંગળવારે સવારે સર્જાયેલા એક અકસ્માતમાં ચાર લોકોના જીવનદીપ બુઝાઈ ગયા છે. આ અકસ્માતમાં ટ્રક અને ઇકો કાર વચ્ચે સર્જાયો હતો. મંગળવારે સવારે સર્જાયેલા આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.
મળેલી માહિતી અનુસાર ખાંટ પરિવાર મોડાસાથી હોસ્પિટલના કામ અર્થે રાજકોટ જઈ રહ્યા હતા. ત્યારે વહેલી સવારે આગળ બંધ પડેલો ટ્રક ઇકો કારના ડ્રાઇવરને ન દેખાતા ડ્રાઈવરે ધડાકાભેર ટ્રક પાછળ ઇકો કાર અથડાવી દીધી હતી. આ અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત નિપજ્યા છે.
મૃત્યુ પામેલા ચાયારેય લોકો એક જ પરિવારના હતા. આ ઘટનાથી હાઈવે મોતની ચિંચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, કારના પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ તરતજ ઘટના સ્થળે આવી પહોચી હતી.
મળેલી માહિતી અનુસાર આ પરિવાર મોડાસાનું હતું તેવું જાણવા મળ્યું હતું. 108 એમ્બ્યુલન્સની મારફતે ઇકો કારમાંથી તમામ મૃતકોની ડેડબોડીને બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ ડેડબોડીને પીએમ માટે સાયલા હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. હજુ સુધી મૃતકોની કોઈ ઓળખ થઈ શકી નથી.
મળેલી માહિતી અનુસાર આ પરિવાર ઘરેથી 5:00 વાગ્યે નીકળ્યો હતો. કામ અર્થે બે પુત્ર અને ભત્રીજો પણ સાથે હતા. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોત નિપજવા પામ્યું છે. આ ઘટનાથી સમગ્ર પરિવારમાં શોકના વાદળ છવાય ગયા છે. હાલ પ;ઓલીસે આગળની તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.