ગાંધીનગર સિવિલના તબીબે 2 વર્ષના બાળકના ગળાની ગાંઠની સર્જરી કરી નવજીવન આપ્યું

અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં બે વર્ષના બાળક(Two-year-old child)ને શરીરને લોહી પહોંચાડતી અને ગળામાં આવેલી સેરેટીડ નસને વીંટળાયેલી ગાંઠનું ઓપરેશન(Operation) કરીને તેને સફળતાથી બહાર કાઢવામાં આવી હતી. પ્રથમ…

અમદાવાદ(ગુજરાત): અમદાવાદમાં બે વર્ષના બાળક(Two-year-old child)ને શરીરને લોહી પહોંચાડતી અને ગળામાં આવેલી સેરેટીડ નસને વીંટળાયેલી ગાંઠનું ઓપરેશન(Operation) કરીને તેને સફળતાથી બહાર કાઢવામાં આવી હતી. પ્રથમ વખત સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં આવું જટીલ ઓપરેશન બે વર્ષના બાળકના ગળામાં ઇએનટી વિભાગના તબિબોએ કર્યું હતું. બાળકને જન્મજાતથી જ ગળામાં ગાંઠ આવેલી હતી. તે ગાંઠ સમય સાથે મોટી થતાં જ લોહી પહોચાડતી નસને નુકશાન કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના ડો.નિરજા સૂરીએ કહ્યું છે કે, અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 2 વર્ષના યુવરાજ સોલંકીને ગળામાં ગાંઠ હતી. જોકે ગાંઠ ગળામાંથી પસાર થતી અને આખા શરીરમાં લોહી પહોંચાડતી નસને વીંટળાય ગઈ હતી. જેને કારણે ઓપરેશન કરતી વખતે સહેજ પણ ભૂલ થાય તો નસ કપાઇ જવાથી બાળકનું ઓપરેશન દરમિયાન જ મોત થઇ શકે તેમ હતું. તેને કારણે 2 વર્ષથી રહેલી ગાંઠનું ઓપરેશન કરવા કોઇ જ ડોક્ટરો તૈયાર ન હતા. ત્યારે સિવિલ હોસ્પિટલમાં નોકરી કરતા નર્સના સંપર્કમાં આવ્યા પછી બાળકને ગાંધીનગર સિવિલના ઇએનટી વિભાગમાં લાવવામાં આવ્યો હતો.

બાળકના તમામ રિપોર્ટ કઢાવ્યા પછી ગળામાં રહેલી સેરોટીડ નસને વીટળાયેલી ગાંઠને દુર કરવી મુશ્કેલ લગતી હતી. જોકે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇએનટી વિભાગના તબિબ ડો.નીરજા સૂરી, ડો.નિરજ, ડો.ચેતન, ડો.દેવા તેમજ એનેસ્થેસિયા ડો.શોભના ગુપ્તા, ડો.ભારતી, ડો.શીતલની ટીમ દ્વારા સતત બે કલાક સુધી ઓપરેશન કરીને આ ગાંઠને દુર કરીને બાળકનો જોવ બચાવી લીધો હતો. બે વર્ષના બાળકના ગળામાં જન્મજાત રહેલી ગાંઠ 8 સેન્ટીમીટર લાંબી અને 6 સેન્ટીમીટર પહોળી હોવાનું સામે આવ્યું હતું.

ગાંઠને કારણે ગળામાં સોજો હતો જે સમય સાથે ધીરે ધીરે મોટો થવાથી નસ દબાવવા લાગી હતી. ઇએનટી તબિબ નીરજા સુરીએ જણાવ્યું છે કે, ગાંઠ ગળાની નસને ફરતે વિટળાયેલી હોવાથી ઓપરેશન બે કલાક લાંબુ ચાલ્યું હતું. બે વર્ષના બાળકના ગળામાંથી દુર કરવામાં આવેલી ગાંઠને જો ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરાય તો 3થી 5 લાખનો ખર્ચ થતો હોય છે. જ્યારે ગાંધીનગર સિવિલમાં આ ઓપરેશન વિના મુલ્યે કરી આપવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *