આકાશી આફતનો live વિડીયો કેમેરામાં કેદ: વીજળી પડતાં સર્જાયો વિસ્ફોટ, 200 મીટર દૂર સુધી જોવા મળી જ્વાળાઓ

મહારાષ્ટ્ર(Maharashtra): કોલ્હાપુર(Kolhapur)માં એક ચોંકાવનારી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. અહીં આકાશમાંથી પડતી વીજળી(Electricity) એક મોટા વિસ્તારમાં ત્રાટકે છે અને એક મજબૂત પ્રકાશ પડે છે અને…

મહારાષ્ટ્ર(Maharashtra): કોલ્હાપુર(Kolhapur)માં એક ચોંકાવનારી ઘટના કેમેરામાં કેદ થઈ હતી. અહીં આકાશમાંથી પડતી વીજળી(Electricity) એક મોટા વિસ્તારમાં ત્રાટકે છે અને એક મજબૂત પ્રકાશ પડે છે અને એક મોટો વિસ્ફોટ જેવો અવાજ પણ આવે છે. ઘટના નોંધનાર વ્યક્તિનો દાવો છે કે, સપાટી પર વીજળી પડ્યા બાદ ધુમાડો(Smoke) ઉડ્યો હતો, લોકો ચીસો પાડવા લાગ્ય અને ભાગ દોડ કરવા લાગ્યા.

આપને જણાવી દઈએ કે, આ ઘટના 4 મે 2021 ની છે. 21 સપ્ટેમ્બરના રોજ, એક યુટ્યુબ ચેનલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી, જેના કારણે તે વાયરલ થઇ હતી. પોતાના ઘરની બારીમાંથી વીડિયો બનાવી રહેલા રાકેશ રાઉતનું કહેવું છે કે, તેમને એક ક્ષણ માટે લાગ્યું કે વિસ્ફોટ થયો છે. આ પછી રાકેશે ડરને કારણે પોતાની બારી બંધ કરી દીધી.

200 મીટરના અંતરથી બનાવ્યો વીડિયો
વીડિયોની સાથે રાકેશે લખ્યું કે, ‘હું બપોરના ભોજન બાદ આરામ કરી રહ્યો હતો અને બહારનું વાતાવરણ તોફાની બનવા લાગ્યું હતું. મારા એપાર્ટમેન્ટની ખૂબ નજીક વાદળોની ગર્જના સાંભળીને, હું ઉભો થયો અને બારી બહાર જોયું. આ પછી મેં મારા મોબાઇલ ફોનના કેમેરાથી રેકોર્ડિંગ શરૂ કર્યું, તે દરમિયાન લગભગ 200 મીટરના દુરી પર એક તેજસ્વી પ્રકાશ આકાશમાંથી પડ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેણે મને પણ હચમચાવી નાખ્યો હતો. તે પછી મેં કેટલાક લોકોને ત્યાંથી દોડતા જોયા. સદનસીબની વાત એ છે કે, આ ઘટનામાં કોઈને ઈજા થઈ હોવાના અહેવાલ નથી. જે એક સારા સમાચાર છે.

શું છે વીડિયોમાં?
49 સેકન્ડના આ વીડિયોમાં 18 મી સેકન્ડની આસપાસ વીજળી પડવાની ઘટના જોઈ શકાય છે. આકાશમાંથી વીજળી પડ્યાની થોડીક સેકંડ પછી, પક્ષીઓના ટોળું ત્યાંથી ઉડતું જોવા મળે છે. તેમજ સમગ્ર જનજીવન અસ્ત વ્યસ્ત થઇ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *