જાહેરમાં તલવાર વડે કેક કાપવી બર્થડે બોયને ભારે પડ્યું- પોલીસે 6 શખ્સની કરી અટકાયત

વડોદરા(ગુજરાત): કર્ફ્યૂ દરમિયાન છાયાપુરી રેલવે સ્ટેશનની સામે ધીરજબા નગરમાં એક યુવકનો જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાઈરલ થયો છે. વાઈરલ વિડીયોમાં એક યુવક તલવારથી કેક કાપતો જોવા મળે છે. પોલીસે બર્થડે બોય ફૈઝાન વોહરાની સહિત 6 લોકોની ધડપકડ કરી છે.

ગુરુવારે મોડી રાતે છાણીમાં જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાઈરલ થયો હતો. જેમાં એક યુવક તલવારથી અનેક કેક કાપી રહ્યો છે અને બીજા લોકો જન્મદિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. પોલીસ વિડિયો વાઈરલ થતા છાણી પહોંચી ગઈ હતી.

પોલીસની તપાસમાં ધીરજબા નગરમાં રહેતા ફૈઝાન ગુલામ અલી વોહરાની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફૈઝાન તલવાર લઈને કેક કાપતો નજરે ચડે છે. પોલીસે ફૈઝાન ગુલામ અલી વોહરા સહિત 6 વ્યક્તિઓની ધડપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *