સુરતી ઓ ટ્રાફિકોના નિયમો તોડી દંડ ભરવાના રોજ નવા નવા રોજ રેકોર્ડ બનાવી રહ્યાં છે . છેલ્લા કેટલાક દિવસો થી સુરતી ઓ એવરેજ 24 કલાક માં 9 લાખ રૂપિયા થી વધુ નો દંડ ભરી રહ્યાં છે .ત્યારે આજ રોજ તો હદ જ વટાવી દીધી છે જે 24 કલાક માં સુરતી ઓ એ 9લાખ 80 હજાર નો દંડ ભર્યો છે .
દેશ ભરમાં ટ્રાફિકો ને લઈ કડક નિયમો બન્યા છે , ત્યારે સુરત પોલીસ પણ ટ્રાફિકોના નિયમો લોકો પાસે પાળવા લોકો ને અલગ અલગ રીતે જાગૃતિ રાખી સમજાવી રહી છે સાથે જ નિયમોના ભંગ બદલ લોકો ને દંડ પણ કરી રહી છે ,ત્યારે સુરતીઓ આ ટ્રાફીક ના નિયમો તોડી દંડ ભરવા માં રેકોર્ડ બનાવી રહ્યા છે .આશરે સુરતી ઓ રોજ 10 લાખ નો દંડ તો પોલીસ સમાધાન પેટે ભરે છે તો અન્ય RTO મેમો અને કોર્ટ મેમો તો અલગ જ રહે છે .જો આ તમામ ની વાત કરીએ તો સુરતી ઓ રોજ ટ્રાફિક ના નિયમો તોડી લાખો રૂપિયા નો દંડ ભરી રેકોર્ડ સર્જી રહ્યાં છે અને કડક નિયમો ને પાળવા બદલે નિયમો તોડી રહ્યા છે.
ટ્રાફિક પોલીસ ના માટે લોકો પાસે માત્ર દંડ વસુલ કરવાનો હેતુ નથી .લોકો માં ટ્રાફિક માટે જાગૃતી આવે લોકો ટ્રાફિક ના નિયમો પાળે લોકો ની સુરક્ષા હેતુ થી ટ્રાફિક નિયમો બનાવ્યા છે .લોકો ને જાન માલનું નુકસાન ન થાય તે માટે ટ્રાફિકના નિયમો છે.ટ્રાફિક પોલીસ એ પણ લોકો ને આપીલ કરી છે કે લોકો ટ્રાફિક ના નિયમો નું પાલન કરે અને દંડ થી તેઓ બચે અને લોકો ની સલામતી સુરક્ષા રહે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.