હાલમાં સુશાંત સિંહ રાજપૂત કેસ સીબીઆઈને સોપવામાં આવ્યો છે ત્યારે સીબીઆઈ હવે સમગ્ર મામલાની તપાસ કંઈક નવા એંગલથી કરી રહી છે. આ કેસમાં હવે બાન્દ્રામાં સુશાંતની બિલ્ડિંગમાં રહેતી એક પાડોશી મહિલાએ મોટો ખુલાસો કર્યો છે. જેના કારણે સુશાંતના મોતનું રહસ્ય વધારે ગૂઢ બન્યું છે.
આજ રોજ મીડયા સાથેની વાતચીતમાં સુશાંતની બિલ્ડિંગમાં રહેતી એક મહિલાએ જણાવ્યું કે, સુશાંતના રૂમની લાઈટ 13 જૂનની રાત્રે બંધ થઈ હતી. ફક્ત કિચનની લાઈટ ચાલુ હતી. એવું ક્યારેય નહોતું બન્યું કે આ રીતે લાઇટ બંધ થઈ જાય. સુશાંતના રૂમમાં રાત્રે 4 વાગ્યા સુધી લાઈટ ચાલુ રહેતી હતી. પરંતુ તે દિવસે રાત્રે 10.30 વાગ્યે લાઈટ બંધ કરવામાં આવી હતી. 13 જૂનની રાત્રે સુશાંત સિંહ રાજપૂતના ઘરે પાર્ટી નહોતી. મહિલાએ તે દિવસે કંઇક ખોટું થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી.
હવે સીબીઆઈ આ મહિલાની પુછપરછ કરી શકે છે. મહિલાના નિવેદન બાદથી સુશાંતના રૂમનું રહસ્ય ઘેરાયું છે. હવે સોશિયલ મીડિયા પર અને સુત્રો દ્વારા એ અટકળો વધારે તેજ બની ગઈ છે કે, સુશાંતને 13 જૂને જ મારી નાખવામાં આવ્યો અને 14 જૂને આત્મહત્યાનું નાટક કરવામાં આવી રહ્યું છે. ત્યારે સીબીઆઈ હવે આ મામલે વધારે તપાસ કરી રહી છે.
આજ રોજ સીબીઆઈ આ કેસને લઈને સુશાંતના ઘરે પણ તપાસ કરવા માટે ગઈ હતી. સુશાંત કેસમાં સીબીઆઈએ તેની તપાસ ઝડપી કરી દીધી છે. સીબીઆઈની ટીમ બાંદ્રાના સુશાંતના ફ્લેટમાં હાજર છે. લગભગ 12 ફોરેન્સિક નિષ્ણાતો, 6-8 સીબીઆઈ અધિકારીઓ મોતના દિવસનું રિક્રિએશન કરશે અને આ સમગ્ર પ્રક્રિયાનો વીડિયો પણ બનાવવામાં આવી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews