સુશાંત અને રિયા વિશે ખોટા સમાચારો ફેલાવીને ગેરમાર્ગે દોરવા બદલ આ મોટી ચેનલો આજે માંગશે માફી

દેશમાં તર્કવિહીન સમાચારો બતાવીને જે રીતે મોટા મીડિયા હાઉસ દેશમાં પોતાના વ્યાપને લીધે ગમે તે ક્ષણે ખોટી દિશામાં લઇ જવા કામ કરી રહ્યા છે તેને કદાચ આજે સાંજે બ્રેક લાગશે. કારણકે નેશનલ બ્રોડ કાસ્ટિંગ એજન્સીએ આજે સાંજે દેશની મોટી ચેનલો આજતક, ન્યુઝ ૨૪, ઇન્ડિયા ટીવી, ઝી ન્યુઝ જેવી ચેનલને માફી માંગવા કહ્યું છે. એમાં પણ આજતકને તો પોતાના વધુ પડતા ખોટા વાહિયાત રીપોર્ટીંગ ને કારણે દેશની સતત ત્રણ દિવસ સુધી માફી માંગવાની સજા મળી છે. આ મામલે આજતકને રૂ.1 લાખનો દંડ પણ કરાયો છે.

પોતાના થર્ડ ક્લાસ પત્રકારત્વને કારણે રિપબ્લિક ટીવી માટે નેશનલ બ્રોડકાસ્ટિંગ એજન્સીએ NBAએ એવો ઉલ્લેખ કર્યો છે કે તે રિપબ્લિક ટીવીના પત્રકારત્વને માન્ય રાખતું નથી. તાજેતરમાં રિપબ્લિક ટીવીનું બોગસ ટીઆરપી કૌભાંડમાં બહાર આવ્યું હતું. નેશનલ બ્રોડકાસ્ટિંગ ઓથોરિટીએ કહ્યું કે ઝેર ઓકતા અભદ્ર તેમજ તર્કહીન અહેવાલો અને બિનતાર્કીક પત્રકારત્વને માન્ય રાખતું નથી. રિપબ્લિક ટીવીને સવાલ પણ કરાયો છે કે, ન્યૂઝ લાવો છો કે બનાવો છો ? ચેનલમાં ઝેરી સામગ્રી અને અનૈતિક પત્રકારત્વને ટેકો આપતા નથી.

સૌથી વધુ સજા આજતકને મળી છે જેમણે ત્રણ વખત નિયમોનો ભંગ કરવા માટે 28, 29, અને 30 એમ ત્રણ દિવસ જ્યારે ન્યૂઝ ૨૪ને 27 ઑક્ટોબરે તથા ઇન્ડિયા ટીવીને 27 ઓક્ટોબરે જાહેરમાં માફી માંગવા આદેશ અપાયો છે.

ઝી ન્યુઝ, ઇન્ડિયા ટીવી અને ન્યૂઝ 24 ને અભિનેતાના મૃત્યુ અંગેના સંવેદનશીલ અહેવાલ બદલ માફી માંગવા કહેવામાં આવ્યું છે, જ્યારે ઈન્ડિયા ટીવીને અભિનેતાની લાશ બતાવવા બદલ જાહેરમાં માફી માંગવાનું કહેવામાં આવ્યું છે.

આજતકએ માફી માંગી છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાને લગતી ઘટનાઓની જાણ કરતી વખતે, અમે આજ તક ચેનલ પર અમુક ટ્વીટ્સ ચલાવી હતી અને ખોટી રીતે સ્ક્રીનશોટને તેમને વાસ્તવિક ગણાવ્યા હતા અને અભિનેતાની છેલ્લી ટ્વિટ ગણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *