સુશાંત સિંહ રાજપૂત કેસમાં એઈમ્સ પેનલ દ્વારા સીબીઆઈને વિસેરા રિપોર્ટ આપવામાં આવ્યો છે. જેનો ખુલાસો થયો છે. સૂત્ર અનુસાર, સુશાંતને કોઈ ઝેર આપવામાં આવ્યું ન હતું. સુશાંતના વિસેરામાં કોઈ ઝેર મળી આવ્યું નથી. એમ્સના ડૉક્ટરોને સુશાંતના શરીરમાં કોઈ પણ પ્રકારના ઓર્ગેનિક ઝેર નથી મળ્યું. સીબીઆઈની તપાસથી અલગ નથી રિપોર્ટ, જોકે હજું કપૂર હોસ્પિટલના ડૉક્ટરો સંપૂર્ણ રીતે ક્લીનચીટ આપી શક્યા નથી. કપૂર હોસ્પિટસની રિપોર્ટને વિસ્તારથી જોવાની જરુર છે. AIIMSના રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે. સુશાંતને ઝેર આપવામાં આવ્યાની વાતને સમર્થન મળ્યું નથી.
કૂપર હોસ્પિટલને ક્લિનચીટ આપવામાં આવી નથી
એઈમ્સનો રિપોર્ટ સીબીઆઈની તપાસથી અલગ નથી. જોકે, કૂપર હોસ્પિટલના ડોકટરોને સંપૂર્ણ ક્લીનચીટ આપવામાં આવી નથી. કૂપર હોસ્પિટલનો અહેવાલ વિગતવાર તપાસ કરવા જણાવાયું છે. કૂપર હોસ્પિટલ હજી પણ સવાલ હેઠળ છે. એઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે સુપરંત કેસમાં કૂપર હોસ્પિટલ બેદરકારી દાખવી હતી.
સુશાંતને નહોતુ આપવામાં આવ્યું ઝેર
અત્રે ઉલેખનીય છે કે, કૂપર હોસ્પિટલના ડોકટરો દ્વારા સુશાંતનું ઓટોપ્સી કરાયું હતું. જેના પર સવાલો ઉભા થયા હતા. રિપોર્ટમાં સુશાંતના ગળાના નિશાન પર કંઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સુશાંતના મોતનું સમય પણ જણાવવામાં આવ્યો નથી. સુશાંતના પરિવાર તરફથી તેમના ફેમિલી વકીલે સુશાંતને મોત પહેલા ઝેર આપ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી, પરંતુ હવે એમ્સના રિપોર્ટથી એ સામે આવી ગયો છે કે, સુશાંતને કોઈ પણ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું નહોતુ. સુશાંતના પરિવારે સુશાંતનું મર્ડર થયું હોવાનું કહ્યું હતુ.
સુશાંતના પરિવારે રિયા પર આરોપ લગાવ્યો હતો
સુશાંતના પરિવાર વતી તેમના પરિવારના વકીલે સુશાંતને મૃત્યુ પહેલા ઝેર આપવાની સંભાવના વ્યક્ત કરી હતી. પરંતુ હવે એઈમ્સના અહેવાલથી સ્પષ્ટ થઈ ગયું છે કે સુશાંતને કોઈ પણ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું ન હતું. સુશાંતના પરિવારે સુશાંતની આત્મહત્યાને હત્યા ગણાવી હતી. સુશાંતના પિતાએ રિયા પર તેના પુત્રને ઝેર આપવાનો આરોપ લગાવ્યો હતો.
સુશાંતના પરિવારે રિયા ચક્રવર્તીને આ કેસમાં મુખ્ય આરોપી ગણાવી છે. રિયા સામે ત્રણ એજન્સીઓ તપાસ કરી રહી છે. સીબીઆઈ દ્વારા રિયાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. ઈડી અને એનસીબી દ્વારા પણ રિયાની પૂછપરછ કરવામાં આવી હતી. હાલ ડ્રગ્સના કેસમાં રિયા છેલ્લા 22 દિવસથી બાયકુલા જેલમાં બંધ છે. રિયા પર આરોપ છે કે, તે સુશાંત માટે ડ્રગ્સ ખરીદતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle