ભાગેડુ લલિત મોદી અને સુષ્મિતા સેને છુપી રીતે કરી લીધી છે સગાઈ? જુઓ આ ફોટો ઘણું બધું કહી જાય છે

મનોરંજન(Entertainment): બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન(Sushmita Sen) ફરી એકવાર પ્રેમમાં છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી(Lalit Modi)એ સોશિયલ મીડિયા(Social media) પર તેમના સંબંધોની જાહેરાત…

મનોરંજન(Entertainment): બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન(Sushmita Sen) ફરી એકવાર પ્રેમમાં છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદી(Lalit Modi)એ સોશિયલ મીડિયા(Social media) પર તેમના સંબંધોની જાહેરાત કરી છે. અહીં લલિત મોદીએ તેમના અને સુષ્મિતા સેન વચ્ચેના સંબંધો ખોલ્યા અને સોશિયલ મીડિયા પર સમાચારોનું ઘોડાપૂર આવ્યું. તમે અત્યાર સુધીમાં સુષ્મિતા સેન અને લલિત મોદી વિશે ઘણું વાંચ્યું હશે. પરંતુ ભાગ્યે જ કોઈએ અભિનેત્રીની સગાઈની રીંગ પર ધ્યાન આપ્યું હશે. તમે પણ નહિ ધ્યાન આપ્યું હોય આ ફોટો પર, ચાલો શું છે જાણીએ.

સુષ્મિતા સેનની સગાઈ થઈ ગઈ છે?
પૂર્વ IPL ચેરમેનનું સોશિયલ મીડિયા એકાઉન્ટ તેમની અને સુષ્મિતા સેનની રોમેન્ટિક તસવીરોથી ભરેલું જોવા મળે છે. લલિત મોદીએ પણ સુષ્મિતા સાથેની પોતાની ટ્વિટર ડીપી પોસ્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે, હવે દરેક જગ્યાએ માત્ર લલિત મોદી અને સુષ્મિતા સેનની લવ લાઈફનો જ ઉલ્લેખ થઈ રહ્યો છે. લલિત મોદીની પોસ્ટ પછી ઘણા લોકોને ગેરસમજ થઈ હતી કે તેણે સુષ્મિતા સેન સાથે લગ્ન કર્યા છે. પરંતુ પછી તેણે બીજી પોસ્ટ શેર કરીને બધાની ગેરસમજ દૂર કરી.

આ બધા સમાચારો વચ્ચે સુષ્મિતા અને લલિત મોદીની એક તસવીર પણ જોવા મળી હતી, જેમાં પૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેને સગાઈની વીંટી પહેરેલી જોવા મળી હતી. હવે લલિત મોદી અને સુષ્મિતા સેનનો ઉપરનો ફોટો જોઈ લો. સુષ્મિતા ગુલાબી રંગનો શર્ટ પહેરેલ લલિત મોદીની બાજુમાં બ્લેક આઉટફિટમાં હસતી જોવા મળે છે. આ સિવાય તેના હાથમાં એક મોટી વીંટી પણ દેખાઈ રહી છે. લલિત મોદી અને સુષ્મિતા સેનની સગાઈ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. કારણ કે આવી વીંટી સામાન્ય રીતે કોઈની સગાઈ થાય ત્યારે જ પહેરવામાં આવે છે. બાકીનું સત્ય માત્ર સુષ્મિતા અને લલિત મોદી જ કહી શકે છે.

ટૂંક સમયમાં લગ્ન થશે:
સુષ્મિતા સાથેના સંબંધો ખોલતા લલિત મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે બંને જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. એ દિવસ ક્યારે આવશે? બધા આની રાહ જોઈ રહ્યા છે. હાલમાં તેમના સંબંધો વિશે જાણીને દરેકને આશ્ચર્ય થાય છે. સુષ્મિતા સેન અને લલિત મોદીના સંબંધો પર સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા છે. બસ, આ બધું ચાલતું રહેશે. પણ વિચારવા જેવી વાત એ છે કે શું ખરેખર લલિત મોદી અને સુષ્મિતા સેને ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *