ગુજરાતીઓ સતર્ક: આજે અને કાલે બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી- આ જિલ્લાઓમાં રેડ અલર્ટ

ગુજરાત(Gujarat): હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ધોધમાર વરસાદ(heavy rain) ખાબકી રહ્યો છે. તેવામાં ફરી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ(Meteorological Department)…

ગુજરાત(Gujarat): હાલ મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં ધોધમાર વરસાદ(heavy rain) ખાબકી રહ્યો છે. તેવામાં ફરી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા કરવામાં આવી છે. કાલે તારીખ 16 જુલાઇ સુધી ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો બીજી તરફ હવામાન વિભાગની આગાહીને લઈને દરેક જિલ્લામાં તંત્ર દ્વારા એલર્ટ મોડ(Alert mode) આપી દેવામાં આવ્યું છે. જરૂર જણાશે તો ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જાય તેવું આયોજન ઘડવામાં આવ્યું હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે અને લોકોને પણ સતર્ક અને સાવચેત રહેવા માટે આપીલ કરવામાં આવી છે.

ગઈકાલે ગુરુવારના રોજ અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, ડાંગ, જુનાગઢ, સુરત, તાપીમાં વરસાદની આગાહીને લઇને છૂટોછવાયો વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ હવે આજ રોજ તારીખ 15 જુલાઈ શુક્રવારના રોજ જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની શક્યતાને લઈને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

ગયા બુધવાર સુધીમાં 5 જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું જે બાદ હવે 3 જિલ્લાનો વધારો કરી જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા વધુમાં ભાવનગર, વલસાડ,પોરબંદર, રાજકોટ, કચ્છ, ભરૂચ, સુરત, ડાંગમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વધુમાં આવતીકાલે એટલે કે તારીખ 16 જુલાઈના રોજ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ, કચ્છમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને લઈને આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ હવામાન વિભાગ દ્વારા સૂચના આપી દેવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરૂમની મુલાકાત લઇ મુખ્યમંત્રી દ્વારા નવસારી અને વલસાડના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત કરવામાં આવી હતી અને બંને નવસારી જિલ્લાની વિકટ સ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *