ગુજરાત: વડોદરા (Vadodara) શહેર (City) માં આવેલ ન્યૂ સમા રોડ પરની ચંદનપાર્ક સોસાયટી (Chandanpark Society) માં માતા-દીકરીના શંકાસ્પદ મોત નીપજ્યા છે. રાત્રે 12 વાગ્યે માતા-પુત્રી ગરબા રમીને ઘરે આવ્યા પછી બંનેના મોત નીપજ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે.
જેને કારણે પોલીસ દ્વારા માતા-પુત્રીની હત્યા થઇ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોલીસ દ્વારા પતિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. આની સાથોસાથ જ પોલીસ દ્વારા આ મામલે આગળની તપાસ શરૂ કરી દેવાઈ છે.
તબીબે માતા-પુત્રીને મૃત જાહેર કર્યાં:
ન્યૂ સમા રોડ પરની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતા 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ તેમજ 6 વર્ષીય દીકરી કાવ્યા તેજસભાઇ પટેલ નવરાત્રિમાં ગરબા રમીને રાત્રે 12 વાગ્યે ઘરે આવી રહ્યા હતા. બાદમાં બંનેની તબિયત લથડતા પતિ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો. જ્યાં તબીબ દ્વારા બંનેને મૃત જાહેર કરાયા હતા.
આની સાથે જ માતા-પુત્રીના શંકાસ્પદ મોતને લઈ સમા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી તેમજ આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી બંનેના મોતનું સાચુ કારણ સામે આવશે.
રાત્રે 12થી લઇને 2:30 વાગ્યાના ગાળામાં કંઇક અજુગતુ બન્યું:
મહિલાના ગળાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા છે તેમજ છોકરીને પ્રવાહી પીવડાવવામાં આવ્યું હોવાનું પોલીસ માની રહી છે. રાત્રે અઢી વાગ્યાનાં સુમારે ખાનગી હોસ્પિટલમાં પતિ લઇ ગયો હતો પરંતુ બંનેના મોત નીપજ્યા હતા. આમ, રાત્રે 12થી લઇને 2:30 વાગ્યાના અરસામાં કંઇક અજુગતુ થયું હોવાની પોલીસને આશંકા રહેલી છે.
જેને લઈ પોલીસ દ્વારા પતિની અટકાયત કરવામાં આવી છે તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આની સાથે જ આપને જણાવી દઈએ કે, મૃતક મહિલાનો ભાઇ શૈલેન્દ્ર બારીયા પણ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો. જેને લીધે તેઓ શોકમાં સરી પડ્યા છે.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી મોતનું સાચુ કારણ સામે આવશે:
ACP ભરત રાઠોડ જણાવે છે કે, મૃતક મહિલાનો પતિ ઘર જમાઇ તરીકે રહે છે તેમજ ખાનગી કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરી રહ્યો છે. હાલમાં અમે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી મોતનું સાચુ કારણ સામે આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.