જામનગરમાં સામુહિક આપઘાત: એક જ પરિવારની ત્રણ મહિલાઓએ ઝેરી દવા ગટગટાવીને મોતને કર્યું વ્હાલું- સમગ્ર પંથક શોકમાં થયો ગરકાવ

જામનગર(ગુજરાત): દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) માં આવેલ ભાણવડ (Bhanvad) માં રહેતા એક જ પરિવારની ત્રણ-ત્રણ મહિલાઓએ સામૂહિક આપઘાત (Mass suicide) કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી…

જામનગર(ગુજરાત): દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) માં આવેલ ભાણવડ (Bhanvad) માં રહેતા એક જ પરિવારની ત્રણ-ત્રણ મહિલાઓએ સામૂહિક આપઘાત (Mass suicide) કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી મચી જવા પામી છે. મૂળ જામનગર (Jamnagar) ના તેમજ છેલ્લા એક સપ્તાહથી ભાણવડ રહેવા માટે ગયેલા મુસ્લિમ પરિવારની માતા-પુત્રી તેમજ સાસુએ અગમ્ય કારણોસર સામૂહિક આપઘાત કરી લીધો છે.

જેને કારણે ભાણવડ પોલીસની ટીમે ઘટનાસ્થળે પર પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે. મહત્વની વાત તો એ છે કે, સમગ્ર રાજ્યમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે ત્યારે દિવસેને દિવસે હત્યા, અપહરણ, આપઘાત તેમજ દુષ્કર્મનાં કેસમાં પણ વધારો થતો જઈ રહ્યો છે.

દ્વારકામાં આવેલ ભાણવડમાં એક સાથે ત્રણ-ત્રણ મહિલાઓએ આપઘાત કરી લેતા સમગ્ર પંથરમાં અરેરાટી મચી જવા પામી છે તેમજ પરિવારમાં પણ શોકનો માહોલ પ્રસરી ગયો છે. જાણવા મળ્યું છે કે, આ પરિવાર મૂળ જામનગરમાં આવેક શંકર ટેકરી વિસ્તારોનો રહેવાસી છે.

હજુ થોડા દિવસ અગાઉ જ આ પરિવાર દ્વારકામાં આવેલ ભાણવડ ખાતે સંબંધીને ત્યાં રહેવા માટે આવ્યો હતો. બાદમાં અચાનક જ પરિવારની ત્રણ મહિલાઓએ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.  મળી રહેલ જાણકારી મુજબ, મુળ જામનગરનો પરિવાર છેલ્લા એક સપ્તાહથી દેવભૂમિ દ્વારકામાં આવેલ ભાણવડમાં રહેવા માટે આવ્યો હતો.

જ્યાં ગાયત્રીનગર કબ્રસ્તાન નજીક દીકરી સાહિસ્તા નૂરમમાદ શેખ (ઉ.વ.18), માતા નૂરજહાબાનું નુરમામદ શેખ (ઉવ. 42) તથા સાસુ નમબાનુ સરવણીયા (ઉ.વ. 63)એ એક સાથે ઝેરી દવા પીને જીવન ટુંકાવી લીધું છે.
સમગ્ર મામલે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે.

આની સાથોસાથ જ ત્રણેય મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જો કે પોલીસને હજુ સુધી આપઘાત કરવા પાછળું કારણ જાણવા મળ્યું નથી ત્યારે પોલીસે પરિજનો તેમજ આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *