BJDના ધારાસભ્યએ ટોળા પર ચડાવી દીધી કાર, 7 પોલીસકર્મી સહિત 23 લોકોને કચડ્યા- ભાગવા જતા લોકોએ ચખાડ્યો મેથીપાક

ઓડિશા(Odisha)માં ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જેવો અકસ્માત થયો છે. સત્તાધારી બીજુ જનતા દળ (BJD)ના સસ્પેન્ડેડ ધારાસભ્યએ ટોળા પર કાર ચડાવી દીધી હતી અને તેમાં કેટલાયને કચડી નાખ્યા હતા. જેમાં 7 પોલીસકર્મીઓ સહિત 23 લોકો ઘાયલ થયા છે. આ ઘટના ઓડિશાના ખુર્દા(Khurda) જિલ્લાના બાનપુર(Banpur) બ્લોકમાં બની હતી.

સસ્પેન્ડેડ ધારાસભ્યએ ટોળા પર ચડાવી દીધી કાર:
સસ્પેન્ડેડ ધારાસભ્યની કાર બ્લોકમાં ચેરમેનની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોના 500-600 લોકોને એકઠા થયા હતા. આ દરમિયાન બીજેડીના સસ્પેન્ડ ધારાસભ્ય પ્રશાંત જગદેવ બ્લોક પર પહોંચ્યા અને પોતાની કાર ટોળા પર ચડાવી દીધી હતી અને કેટલાયને કચડી નાખ્યા હતા. જેમાં ફરજ પરના 7 પોલીસકર્મીઓ સહિત 23 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘાયલોને હોસ્પિટલમાં કરાયા દાખલ:
મળતી માહિતી અનુસાર, ઘાયલ 7 પોલીસકર્મીઓમાં એક મહિલા પોલીસકર્મી છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટોળાએ ધારાસભ્યની કારને ઘેરી લીધી અને ભારે તોડફોડ કરી હતી. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યની કારને ભારે નુકસાન પહોચ્યું હતું. એટલું જ નહીં લોકોએ ધારાસભ્યને પકડીને માર પણ માર્યો હતો.

ભાગવાનો પ્રયાસ કરી રહેલા ધારાસભ્યને લોકોએ ચખાડ્યો મેથીપાક:
આટલા લોકોને કારથી કચડી નાખ્યા બાદ ધારાસભ્ય પોતાની કાર લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ, સ્થાનિક લોકોએ કારને રોકી અને ભારે તોડફોડ કરી. ધારાસભ્યને પણ પકડીને માર મારવામાં આવ્યો હતો. લોકોને માર મારવામાં ધારાસભ્ય પણ ઘાયલ થયા હતા. ધારાસભ્યને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બાનપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ થયા ઘાયલ:
ખુર્દાના પોલીસ અધિક્ષક (SP) અલેખ ચંદ્ર પાધીએ મીડિયાને જણાવ્યું કે, ધારાસભ્યના આ શરમજનક કૃત્યમાં એક મહિલા સહિત 7 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલોમાં બાનપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ સામેલ છે. ધારાસભ્યના કારણે વિવિધ રાજકીય પક્ષોના ઓછામાં ઓછા 15 જેટલા સમર્થકો ઘાયલ થયા છે.

એસપીએ કડક કાર્યવાહીની આપી ખાતરી:
એસપીએ કહ્યું કે, લોકોના મારથી ઘાયલ થયેલા ધારાસભ્યને પહેલા સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાંથી તેને ભુવનેશ્વર રીફર કરવામાં આવ્યા છે. આ ઘટના દરમિયાન હજુ સુધી કોઈ વ્યકિતનું મૃત્યુ થયું નથી. તેમણે આશ્વાસન આપ્યું કે સમગ્ર મામલાની કડકાઈથી તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *