શંકરાચાર્ય સ્વરૂપાનંદ એ સાધ્વી પ્રજ્ઞા ના હેમંત કરકરે પરના નિવેદનની નિંદા કરી

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ હેમંત કરકરે પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણી નિંદા કરી છે. તેમણે કહ્યું કે જો તે મહિસાસુર મર્દિની છે…

શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ હેમંત કરકરે પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર દ્વારા કરવામાં આવેલ અપમાનજનક ટિપ્પણી નિંદા કરી છે. તેમણે કહ્યું કે જો તે મહિસાસુર મર્દિની છે તો દિગ્વિજય સિંહને પણ કેમ શ્રાપ નથી આપી દેતી. તે નામાંકન જ ન ભરી શકે અને ચૂંટણીની નોબત જ ન આવે. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી એ કહ્યું કે મહિસાસુર જેવી ભાષા નો પ્રયોગ લોકતંત્ર નું સૂચક નથી.

જણાવી દઈએ કે દિગ્વિજય સિંહ આજે નામાંકન ભરતા પહેલા જગતગુરુ શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતી પાસે આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. તેમની સાથે તેમની પત્ની અમૃતા રાય પણ હાજર હતી. શંકરાચાર્ય સ્વરૂપાનંદ સરસ્વતીએ કહ્યું કે સાચા દિલથી જે વ્યક્તિ આવે છે તેની મનોકામના જરૂર પૂરી થાય છે. તેમણે કહ્યું કે,”જો પ્રગ્ના મહિષાસુર-મર્દિની છે તો ચૂંટણી ની જરૂર જ ક્યાં છે. જો તમે હે મન કરે શ્રાપ આપી ને માર્યો હોય તો દિગ્વિજય સિંહને પણ શ્રાપ આપી દો. ચૂંટણી નું ફોર્મ જ ન ભરી શકે.”

શંકરાચાર્ય એ પૂછ્યું કે,” તમે જણાવો કે ગૌ માંસ નિકાસ ભારતમાંથી ક્યારે બંધ થશે? નોટ બંધી થયેલ નુકસાન ની ભરપાઈ કઈ રીતે થશે? ખેડૂતોની આત્મહત્યા કઈ રીતે અટકશે? નર્મદા ગંગાનું સંરક્ષણ કઈ રીતે થશે? ચૂંટણીના મહત્વના મુદ્દા આ હોવા જોઈએ એ ના કે અમર્યાદિત ભાષણ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *