ગુજરાતના મોરબી ખાતે મચ્છુ નદી પરના ઝૂલતા પુલની દુર્ઘટનાને કારણે ધણા લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતની બચાવ કામગીરી ચાલી રહી હતી ત્યારે મોરબીના BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજના માર્ગદર્શનથી સ્વયંસેવકો અને સ્વામીઓ બચાવ કામગીરી અને અન્ય સેવામાં જોડાઈ ગયા.
આ દુર્ઘટનામાં પોતાના સ્વજનો અને પરિવાર ગુમાવનારા લોકો પ્રત્યે મહંત સ્વામી મહારાજે સંવેદના વ્યક્ત કરી હતી. BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા રાહતની કામગીરી કરતા લશ્કરના જવાનો અને અન્ય લોકો માટે ભોજન વ્યવસ્થા શરૂ કરી હતી.
આ દુર્ઘટના સમયે ચારે બાજુથી લોકો બચાવ કામગીરી માટે આવતા હતા ત્યારે જુલતા પૂલની નજીક આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરના સ્વયંસેવક શ્રી સુભાષે થોડુંક પણ મોડું કર્યા વિના તરત જ બચાવ કામગીરી માટે પાણીમાં ઝંપલાવ્યું હતું. સુભાષની આ બહાદુરીથી છ વ્યક્તિને પાણીમાંથી જીવતા બચાવ્યાને બે વ્યક્તિને બહાર લઈ આવ્યા પછી મૃત્યુ પામ્યા હતા.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની માર્ગદર્શનથી સંતો અને સ્વયંસેવકો દુર્ઘટનાનો ભોગ બનનાર લોકોના બચાવની કાર્યવાહી અને અન્ય સેવાઓમાં જોડાઈ ગયા હતા. આ દુર્ઘટનામા જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમના માટે ભગવાનના ચરણોમાં હૃદયપૂર્વક પ્રાર્થના કરીને સહાનુભૂતિ મહંત સ્વામી મહારાજે દર્શાવી છે. મહંત સ્વામી મહારાજે પ્રેરણાથી રાહત રસોડાની કામગીરી શરૂ કરાઈ. બચાવ કામગીરીમાં જોડાયેલા આર્મીના જવાનો અને અન્ય લોકો માટે ભોજનની વ્યવસ્થા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.