પ્રેમિકા તેના પ્રેમીને મૂકી બીજા સાથે કરી રહી હતી લગ્ન, અચાનક તે આવી ગયો મંડપમાં અને…

તેમે ઘણી વખત લગ્નમાં જતા હશો. લગ્નમાં તમે ઘણી વખત વિચિત્ર ઘટનાઓ વિષે સાંભળ્યું હશે. ત્યારે હરિદ્વારમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પ્રેમીએ લગ્નના સ્ટેજ પર ચડીને પ્રેમિકાને લાફો ઝીંકી દીધો. આ સંભાળીને તમને નવાઈ લાગશે પણ આ વાત એકદમ સાચી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ કિસ્સો હરિદ્વારના લંઢેરા ક્ષેત્રના એક ગામનો છે જ્યાં લગ્ન દરમિયાન પ્રેમીએ પ્રેમિકાને લાફો મારી દીધો હતો.

આ લગ્નમાં લોકો નવપરણિત યુગલને સ્ટેજ ઉપર જઈને ગિફ્ટ આપી રહ્યાં હતા. આ દરમ્યાન જયમાલા વિધિ બાદ એક યુવક નવપરણિત યુગલને ગિફ્ટ આપવાના બહાને સ્ટેજ પર ચડી ગયો હતો અને થોડી વાર દુલ્હનને જોતો રહ્યો. તે બાદ આ યુવકે દુલ્હનને લાફો મારી દીધો.

દુલ્હનને સ્ટેજ ઉપર ઝીંકી દીધો લાફો

આ સમગ્ર ઘટના બાદ સ્ટેજ પર રહેલા લોકોએ નારાજગી વ્યક્ત કરી અને કેટલાંક લોકો યુવકને સ્ટેજ પરથી નીચે લઇ આવ્યા. લગ્ન દરમિયાન બંને પક્ષના લોકો આ યુવક ઉપર ભડકી ઉઠ્યાં.  લગ્નમાં હાજર કન્યા પક્ષના લોકો અને વર પક્ષના લોકોએ પ્રેમીને પકડી લીધો હતો. બંને પક્ષોએ ભેગા મળીને યુવકની ધોલાઇ કરી નાંખી. આ યુવક દુલ્હનનો પ્રેમી છે તેમ જણાવવામાં આવી રહ્યું છે. બંને વચ્ચે પાછલા ઘણાં સમયથી અફેર હોવાનું જાણવા મળ્યું છે.

દુલ્હાના ભાઇએ કરી પ્રેમીની ધોલાઇ

પોલીસનું કહેવું છે કે, આ ઘટના બાદ થોડા સમય પછી દુલ્હાનો ભાઇ બે યુવકો સાથે લંઢોરા બસ સ્ટેશન પહોંચ્યો હતો. અહીં દુલ્હનનો પ્રેમી એક દુકાન પર ચા પી રહ્યો હતો. જે બાદ ગુસ્સામાં દુલ્હાના ભાઇ અને તેના બે મિત્રોએ પ્રેમીને પકડીને તેની ધોલાઇ કરી હતી. હોબાળો જોઇને આસપાસ ભીડ જમા થઇ ગઇ. ભીડને જોઇને દુલ્હાનો ભાઇ અને તેના મિત્રો ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

તે બાદ પ્રેમી લંઢેરા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતાની આપવિતી જણાવી. પોલીસે પ્રેમીના નિવેદન પર કેસ દાખલ કર્યો છે અને ઘાયલ પ્રેમીને ઉપચાર માટે સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *