સ્વિગી ઈન્સ્ટામાર્ટે બેન્ડ-બાજા સાથે પોતાના કસ્ટમરને આપી ‘હોટ’ સરપ્રાઈઝ- જુઓ વાઈરલ વિડીયો

Swiggy Instamart: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ઘણી વખત અહીં મજાક મજાકમાં લોકોના સપના પૂરા થાય…

Swiggy Instamart: સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. ઘણી વખત અહીં મજાક મજાકમાં લોકોના સપના પૂરા થાય છે. જાણે કોઈક વાર કોઈ મોટા વેપારી પાસેથી કંઈક માંગ્યું હોય અને તેણે ખરેખર તે વસ્તુ તેને પહોંચાડી દીધી હોય.અથવા કોઈ ચોક્કસ બ્રાન્ડે તેના ગ્રાહકો માટે સરપ્રાઈઝઆપી ખુશ કરી દેય છે.ત્યારે તાજેતરમાં જ સ્વિગી( Swiggy Instamart)ની એક ઘટના બહાર આવી છે.

આ મામલો સ્વિગી ઈન્સ્ટામાર્ટ સાથે સંબંધિત
ખરેખર, તાજેતરમાં Swiggy Instantmartએ ટ્વિટર પર એક ટ્વિટ કર્યું છે. તેમાં લખ્યું હતું- ‘અમને જણાવો કે તમે આ વર્ષે તમારી ઈચ્છામાંથી શું ખરીદી શક્યા નથી. અમે તેને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. ઘણા લોકોએ આ અંગે ટિપ્પણી કરી. તેમાંથી એક, @KanjarKalesh ID નામ સાથે હિમાંશુ બંસલ નામના વ્યક્તિએ ટિપ્પણી કરતી વખતે મજાકમાં લખ્યું – ‘હું આ વર્ષે દરેક પરિસ્થિતિમાં હોટ અનુભવવા માંગતો હતો.ત્યારે આ આશ્ચર્યજનક ઈચ્છા સ્વિગીએ પૂરી કરી અને તે પણ એકદમ અનોખી રીતે. સ્વિગી ઇન્સ્ટામાર્ટની ટીમ અચાનક હિમાંશુના ઘરે સરપ્રાઈઝ આપવા પહોંચી અને તેને એક હીટર ભેટમાં આપ્યું હતું.એટલુ જ નહી પરંતુ આ ગિફ્ટ તેના ઘરે બેન્ડ બાજા સાથે આવી હતી.જેનો વિડીયો પણ જોરશોરમાં વાયરલ થયો છે.આ વીડિયોમાં, ડિલિવરી એજન્ટે હિમાંશુને બેન્ડ બાજા વચ્ચે હાર પહેરાવીને અને હીટર આપીને સન્માન કરે તેવું દેખાઈ રહ્યું છે.આ કરવા પાછળનું કારણ એ જ છે કે તે યુઝર કંઈક અલગ અનુભવે

વાયરલ વીડિયો પર ફની કોમેન્ટ્સ
આ વીડિયો વાયરલ થયા બાદ લોકોએ સ્વિગીની વિશ લિસ્ટ પોસ્ટ પર ઘણી કોમેન્ટ કરી હતી.જેમાં એક યુઝરે લખ્યું- હિમાંશુએ વિચાર્યું હશે કે સ્વિગી વાળા બેન્ડ બાજા લઇને આવ્યા તો સાથે સાથે દુલ્હનને પણ લાવ્યા હોત. બીજાએ કહ્યું – તે બધું સારું છે પણ તેને લોકોની સામે કેટલી શરમ આવી હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *