ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આ તારીખથી થશે શરૂ, પ્રથમવાર ધારાસભ્યો પૂછશે ઓનલાઇન પ્રશ્નો

Gujarat Assembly: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 થી 29 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે,આ સત્રમાં 24 દિવસમાં કુલ 26 બેઠક મળશે. ડિજિટલ વિધાનસભામાં તારાકિંત પ્રશ્નો ધારાસભ્યો ઓનલાઇન પૂછશે.નાણામંત્રી કનુ દેસાઈ 2 ફેબ્રુઆરીએ 2024-25 માટે રાજ્યનું બજેટ રજૂ કરશે. ગુજરાત વિધાનસભા( Gujarat Assembly ) ની 26 બેઠકો હશે.

નાણાકીય બજેટ પર નાગરિકો તરફથી 1,246 સૂચનો મળ્યા છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને 2024-25 ના નાણાકીય બજેટ પર નાગરિકો તરફથી 1,246 સૂચનો મળ્યા છે. આ સૂચનો મુજબ રસ્તાઓ, ગટર વ્યવસ્થા, પાણી પુરવઠા, સ્ટ્રીટલાઇટ, નવી લાઇબ્રેરી, કોમ્યુનિટી હોલ,નવા ટીપી રસ્તાઓ ખોલવા અને રખડતા ઢોર અને કૂતરાઓની સમસ્યાને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 40% સમસ્યા રામોલ, હાથીજણ, નિકોલ, વટવા, હંસપુરા, નવા નરોડા, સરખેજ અને મકતમપુરાના રહેવાસીઓ પાસેથી મળી આવે છે. AMC તૈયાર કરેલા નાણાકીય બજેટમાં શ્રેષ્ઠ સૂચનો સામેલ કરશે

ગૃહમાંથી મંત્રીઓની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો
વિપક્ષ ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં ગૃહમાંથી મંત્રીઓની ગેરહાજરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિધાનસભા અધ્યક્ષે ગેરહાજરી અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને શાસક પક્ષને નિયમોનું પાલન કરવા વિનંતી કરી હતી. વિપક્ષી નેતાએ કહ્યું કે માત્ર નાયબ મુખ્યમંત્રી હાજર હતા અને અન્ય કોઈ મંત્રીએ મહત્વની બાબતો પર જવાબ આપ્યો ન હતો.

2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભામાં રજૂ થશે ગુજરાતનું બજેટ
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિધાનસભાના ચોથા સત્રનું આહવાન કર્યું છે. જેથી ગુજરાત વિધાનસભાનું ચોથું સત્ર 1 ફેબ્રુઆરી થી 29 ફેબ્રુઆરી સુધી સમગ્ર મહિના દરમ્યાન ચાલશે. જેમાં વિધાનસભામાં રાજ્ય સરકાર બજેટ રજૂ કરશે. જ્યારે કામકાજના કુલ 24 દિવસોમાં કુલ 26 બેઠકો મળશે.

ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે
વિધાનસભાના ચોથા સત્રને લઈને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આગામી 1 ફેબ્રુઆરીથી ગુજરાત રાજ્ય વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. જેથી વિધાનસભા બજેટ સત્રને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત વિધાનસભાના ચોથા સત્રમાં બીજી ફેબ્રુઆરીના રોજ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. રાજ્યપાલના સંબોધન ઉપર ત્રણ દિવસ ચર્ચા ચાલશે. ચાર દિવસ બજેટ ઉપર સામાન્ય ચર્ચાઓ થશે. જ્યારે 12 દિવસ વિવિધ વિભાગની માંગણીઓ પર ચર્ચા થશે. આમ સમગ્ર ફેબ્રુઆરી માસ દરમ્યાન વિધાનસભા સત્ર ચાલશે.વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે ગુજરાતની વિધાનસભા હવે ફિઝિકલમાંથી ડિજિટલ બની છે. વિધાનસભા કામગીરી ડિજિટલ રીતે ચાલે તે માટે તમામ ધારાસભ્યોને તાલીમો પણ અપાઈ છે. આ સત્ર દરમિયાન તમામ ધારાસભ્ય તારાંકિત પ્રશ્નો ઓનલાઈન પૂછશે. જે માટેની તાલીમ તેમજ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આગામી વિધાનસભા સત્ર દરમિયાન ધારાસભ્યો વધુમાં વધુ ગૃહની કામગીરી ઓનલાઇન માધ્યમથી કરે તે માટેના પ્રયત્નો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *