ભારત અને ચીન વચ્ચે થશે મોટું યુદ્ધ? ભારતે સરહદ પર તૈનાત કરી દીધી વિશ્વની સૌથી ઘાતક ટેંક- જુઓ વિડીયો

પૂર્વી લદ્દાખમાં ચીન સાથે વધી રહેલા તણાવ વચ્ચે ભારતે ટી-90 ભીષ્મ ટેંક ને તૈનાત કરી દીધી છે, જેને વિશ્વની સૌથી ઘાતક ટેંક માનવામાં આવે છે. ભારતીય સેનાએ આપણું સૌથી ભયંકર શસ્ત્ર લદાખ પહોચાડી દીધું છે. ટી-90 ભીષ્મ ટેંક વિશ્વની શ્રેષ્ઠ ટેંકમાંની એક છે લદ્દાખમાં તૈનાત કરવામાં આવી છે. તમે અનુમાન લગાવ્યું હશે કે, ચીનને જવાબ આપવા માટે ભારતીય સૈન્ય કેટલી મોટી તૈયારી કરી રહ્યું છે.

આ સાથે સંબંધિત એક મહત્વની બાબત એ છે કે, દુશ્મનની યોજનાઓને નાશ કરવા માટે ભારતની બાહુબલી ટી-90 ભીષ્મ ટેંક જૂનમાં જ લદ્દાખમાં તૈનાત કરવામાં આવી છે. લદ્દાખમાં તૈનાત કરવામાં બાહુબલી ટી-90 ભીષ્મ ટેંક ભારતીય સૈન્યનો સૌથી મોટો પાવર કહેવામાં આવે છે. તેનો મતલબ એ છે કે, ભારતીય સૈન્ય યુદ્ધ જેવી પરિસ્થિતિઓ માટે દરેક ક્ષણે તૈયાર છે.

આ દ્વારા ભારતે સ્પષ્ટ સંદેશ પણ આપ્યો છે કે, સરહદ પર ચીનનું અતિક્રમણ હવે સહન કરવામાં આવશે નહીં. એટલું જ નહીં, આ સંદેશ તેમાં છુપાયેલ પણ છે કે, ભારત પણ દુશ્મનની ચાલથી એક ડગલું આગળ છે. આ સાથે સરહદ પર ભારતની સ્થિતિ એટલી મજબૂત થઈ ગઈ છે કે, ચીને ઘુસણખોરીના ક્ષેત્રથી પીછેહઠ કરવી પડશે.

ટી -90 ટેંકની વિશેષતા:

લદાખમાં ટી -90 ટેંકની તૈનાતીએ ચીનને ભારતનો જવાબ છે. પૂર્વ લદ્દાખ ટી-90 ની તૈનાતી ભારતીય સૈન્યની જબરદસ્ત તૈયારી દર્શાવે છે. ખરેખર, મે મહિનામાં ચીન સાથે તણાવ વધવા માંડ્યો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, ચીન સશસ્ત્ર વાહનો સરહદ ઉપર લાવતું હતું. ચીનમાં સારામાં-સારી ટી-95 ટેંક છે, જે ટી -90 કરતા વધારે નહીં પરંતુ બરાબર અથવા ઓછી છે.

ચાલો તેના વિશેષતા પર એક નજર કરીએ:

તે ભારતની મુખ્ય યુદ્ધ ટેંક છે. તેની સશસ્ત્ર સુરક્ષા ઉત્તમ છે.

આ ટેંક 5 મીટર નદી પાર કરી શકે છે.

જૈવિક અને રાસાયણિક શસ્ત્રો સાથે વ્યવહાર કરી શકે છે.

પ્રારંભિક ટેંક રશિયામાં બનાવવામાં આવી હતી.

આ ટેંક 60 સેકન્ડમાં 8 ગોળી ફાયર કરે છે.

આ ટેંક માં 125 Mmની મેન ગન છે.

6 કિમી દૂર મિસાઇલ લોન્ચ કરવાની ક્ષમતા.

48 ટન વજન, વિશ્વની સૌથી હળવી ટેંકમાંની એક.

દિવસ અને રાત્રિમાં દુશ્મન સામે લડવાની ક્ષમતા.

આ ટેંક મિસાઇલ હુમલાને રોકી શકે છે.

શક્તિશાળી 1000 હોર્સપાવર એન્જિન.

હાઇ સ્પીડ 72 કિમી/કલાક.

એક વખતમાં 550 કિ.મી. આવરી લેવામાં સક્ષમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *