ICC Men’s T20 World Cup prize money: ક્રિકેટ ચાહકો માટે ICC T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ અત્યાર સુધી ખૂબ જ રોમાંચક રહી છે. એક તરફ જ્યાં ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યા છે તો બીજી તરફ મહત્વની મેચોનો રોમાંચ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. ટૂર્નામેન્ટ 16 ઓક્ટોબરથી શરૂ થઈ છે અને છેલ્લી મેચ એટલે કે ફાઈનલ 13 નવેમ્બરે રમાશે. પરંતુ શું તમે જાણો છો કે ટ્રોફી જીતનારી ટીમને કેટલા પૈસા મળશે?
ક્યાં યોજાશે સેમી-ફાઇનલ અને ફાઇનલ મેચ? (T20 MATCH VENUE)
અત્યાર સુધીની ટુર્નામેન્ટમાં સેમીફાઇનલનું ચિત્ર લગભગ સ્પષ્ટ થઇ ગયું છે. સ્થળની દ્રષ્ટિએ તે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. જ્યારે બંને સેમિફાઇનલ મેચ એડિલેડના ઓવલ અને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. ગ્રુપ ૧ માંથી ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેંડ ક્વોલિફાય થઇ ગયું છે. અને ગ્રુપ 2 માં ભારત ક્વોલિફાય થઇ ચુક્યું છે.
T20 વર્લ્ડ કપમાં કુલ 46 કરોડ રૂપિયાની ઈનામી રકમ દાવ પર લાગશે. આ ઈનામી રકમ છે, જે પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયેલી ટીમોમાંથી રનર-અપ અને ચેમ્પિયન ટીમોને વહેંચવામાં આવશે. આ વખતે વિજેતા ટીમ માટે 13.20 કરોડ રૂપિયાની ઈનામી રકમ નક્કી કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડ અને સુપર-12ની દરેક મેચની વિજેતા ટીમ માટે ઈનામી રકમ પણ નક્કી કરવામાં આવી છે.
૧. 16 ઓક્ટોબરથી 21 ઓક્ટોબર સુધી 8 ટીમોમાં પ્રથમ રાઉન્ડની મેચો રમાઈ હતી. આ આઠમાંથી ચાર ટીમ સુપર-12માં પહોચી હતું અને બાકીની ચાર ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ હતી. ડ્રોપ થનારી દરેક ટીમને 33-33 લાખ રૂપિયા આપવામાં આવશે.
૨. પ્રથમ રાઉન્ડમાં 12 મેચો છે. દરેક મેચની વિજેતા ટીમને 33-33 લાખ રૂપિયા પણ આપવામાં આવશે.
૩. સુપર-12 રાઉન્ડમાં 12 ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી હતી અને આ રાઉન્ડ બાદ 4 ટીમો સેમિફાઈનલમાં પહોંચશે અને 8 ટીમો બહાર થશે. અહીંથી નીકળનારી આ તમામ 8 ટીમોને 57-57 લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.
૪. સુપર-12 રાઉન્ડમાં 30 મેચો રમાશે. દરેક મેચની વિજેતા ટીમને 33-33 લાખ રૂપિયા મળશે.
૫. સેમિફાઇનલ મેચમાં હાર્યા બાદ બહાર થનારી દરેક ટીમને 3.3 કરોડ રૂપિયા મળશે.
૬. T20 વર્લ્ડ કપની રનર્સઅપ ટીમને 6.6 કરોડ રૂપિયા અને વિજેતા ટીમને 13.20 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.