કોરોના જેવી મહામારીનાં કપરાં સમયમાં ઘરે બેઠેલા મોટાભાગનાં લોકો TV જગતની સૌથી વધારે લોકપ્રિય સીરીયલ એટલે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ જોવાનું પસંદ કરતાં હોય છે. આ સીરીયલમાં તો ખાસ કરીને કેટલાંક લોકોને દિલીપ જોષી એટલે કે જેઠાલાલ અને મુનમુન દત્તા એટલે કે બબીતાજી વચ્ચેનાં સંવાદો સાંભળવાની ખુબ જ આનંદ આવતો હોય છે.
હાલમાં મુનમુન દત્તા એટલે કે, બબીતાજીને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. TV જગતની સૌથી લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજી તથા જેઠાલાલ વચ્ચેની ખાટી-મીઠી વાતો દર્શકોને ખૂબ જ પસંદ આવતી હોય છે પણ મુનમુન દત્તા એટલે કે, બબીતાજીની ફક્ત જેઠાલાલ સાથે જ નહીં પરંતુ શોના મેકર્સની સાથે પણ ખટપટ ચાલતી રહેતી હોય છે.
મળેલ જાણકારી પ્રમાણે મુનમુન દત્તા એટલે કે, બબીતાજીને ફિઝિકલ ટચ બિલકુલ પણ પસંદ નથી. એ પછી શૂટિંગ વખતે જ કેમ ન હોય. શૂટિંગ શરુ હોય ત્યારે પણ જો કોઈ ભૂલથી ટચ કરી લે ટ પણ મુનમુન દત્તા ખીજાય જાય છે. મુનમુનની આ જ આદતને લીધે ઘણીવાર તારક મહેતાના મેકર્સ એને કેટલાંક એપિસોડ્સમાં લેતા જ નથી.
મુનમુનનું જણાવવું છે કે, એ કોઈના પણ ટચથી કમ્ફર્ટેબલ ફીલ કરતી નથી. એની આ જ આદતને લીધે ઘણીવાર મુનમુન તથા શોના મેકર્સની વચ્ચે ઝઘડો પણ થઈ ગયો છે. પશ્ચિમ બંગાળમાં જન્મેલ મુનમુન દત્તાએ પૂણેથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. ત્યારપછી તે મુંબઈમાં રહેવા આવી ગઈ.
જો કે, તે અભિનેત્રી નહીં પણ ડોક્ટર બનવા માંગતી હતી. ત્યારપછી વર્ષ 2004માં મુનમુને TV સીરિયલ ‘હમ સબ બારાતી’થી કારકિર્દીની શરૂઆત કરી હતી. જો કે, ખુબ ઓછાં લોકો જાણે છે કે, એણે આ શોમાં પણ દિલીપ જોશીની સાથે કામ કરેલું છે.દિલીપે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતાઓને મુનમુનનું નામ સૂચવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle