‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ના ડાયરેક્ટર સાથે ઈશ્ક લડાવી રહી છે રીટા રિપોર્ટર- જુઓ વિડીયો

હાલમાં એક ખુબ પ્રચલિત શો એટલે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને લઈ જાણકારી સામે આવી છે.આ શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવતી એટલે કે,…

હાલમાં એક ખુબ પ્રચલિત શો એટલે કે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને લઈ જાણકારી સામે આવી છે.આ શોમાં રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવતી એટલે કે, પ્રિયા આહુજા હાલમાં પોતાનું પેરન્ટહુડ ખુબ એન્જોય કરી રહી છે ત્યારે પેરેન્ટહુડ સંલગ્ન કેટલીક વાતો પણ તે સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

આ બધાની વચ્ચે એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે કે, જેમાં રીટા ખુબ રોમેન્ટિક મૂડમાં જોવા મળી રહી છે. હવે તે કોની સાથે રોમાન્સ કરી રહી છે તે પણ અમે તમને જણાવીશું. રીટા રિપોર્ટરની ભૂમિકા ભજવતી પ્રિયા આહુજા આ શોના ડાયરેક્ટર માલવ રાજડાની સાથે રોમાન્સ કરી રહી છે. બંને બાલકનીમાં ઊભા રહીને રોમેન્ટિક ગીતો પર મૂવ્સ કરતા જોવા મળે છે.

પ્રિયાએ પોસ્ટ કર્યો વીડિયો:
પ્રિયા આહુજાએ આ રોમેન્ટિક વીડિયો પોસ્ટ કર્યો છે કે, જેમાં તે ખુબ હેવી વ્હાઈટ સાડીમાં જોવા મળી રહી છે. આ વીડિયો પોસ્ટ કરતી વખતે પ્રિયા જણાવે છે કે ‘તેરે યાર બથેરેને મેરા તુહી હે બસ પ્યારા’ આ બોલીવુડની એક પોપ્યુલર ગીતની લાઈન છે. જયારે માલવ રાજડા સિમ્પલ શર્ટ તથા ટ્રાઉઝરમાં જોવા મળ્યા હતા. આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

આવું હતું પ્રિયાનું પાત્ર:
આ શોમાં રિટા રિપોર્ટરની ભૂમિકા ભલે ખુબ ઓછી જોવા મળતી હતી પણ ખુબ પોપ્યુલર પાત્ર હતું. પ્રિયા આહુજાએ શોમાં ‘કલ તક’ ચેનલની રિપોર્ટરની ભૂમિકા ભજવી રહી હતી કે, જે ગોકુલધામ સોસાયટીમાં રહે છે. પ્રિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી હોય છે. આની સાથે જ નવી મોમ્સને બેબી હેન્ડલિંગની ટિપ્સ પણ આપે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *