તબલીગીઓએ પાકિસ્તાનના કર્યા ભારત કરતા પણ બુરા હાલ, જાણો જમાતીઓના કાંડ

તબલીગી જમાત દ્વારા દિલ્હીમાં કરવામાં આવેલ આ કાર્યક્રમને કારણે ભારતમાં તેનો વિરોધ થઈ રહ્યો છે. આ તબલીગી જમાતના લોકોએ કોરોના નો કહેર માત્ર ભારત જ નહીં પરંતુ મુસ્લિમ દેશ અને ભારતના પડોશી પાકિસ્તાનમાં પણ ફેલાવ્યો છે. પાકિસ્તાની સમાચાર એજન્સી ડોન ના રિપોર્ટ અનુસાર પંજાબ પ્રાંત ની સરકાર દ્વારા ભારે વિરોધ બાદ પણ તબલીગ જમાત દ્વારા પોતાનો વાર્ષિક કાર્યક્રમ આયોજિત કર્યો. પંજાબ સ્પેશિયલ બ્રાંચ એ જણાવ્યું કે ૧૦ માર્ચે થયેલા કાર્યક્રમમાં લગભગ ૭૦ થી ૮૦ હજાર લોકોએ હાજરી આપી હતી.

Tablighi jamaat દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, તેમના વાર્ષિક કાર્યક્રમમાં અઢી લાખ જેટલા લોકો પહોંચ્યા હતા. જેમાં ૪૦ દેશના લગભગ ૩૦૦૦ લોકો પણ સામેલ હતા. આ લોકો હજુ પણ પાકિસ્તાનમાં ફસાયા છે. કારણ કે પાકિસ્તાન અને ઈમરાન ખાન સરકારે આંતરરાષ્ટ્રીય flight પર પ્રતિબંધ લગાવેલો છે.

માત્ર ભારતમાં તબલીગી જમાતના એક હજારથી વધુ સભ્યો કોરોના સંક્રમિત નીકળ્યા છે. જેને કારણે ભારત અને મલેશિયામાં આ સંગઠનનો ભારે વિરોધ થયો છે. ભારતમાં પોઝિટિવ કેસો માંથી ૩૦ ટકા તો માત્ર જમાતીઓ છે. પાકિસ્તાનની વાત કરીએ તો ત્યાં પણ લગભગ ૪૧૦૦ થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે.

પાકિસ્તાનના રાયવિંદ શહેરમાં તબલીગી જમાત દ્વારા થયેલા કાર્યક્રમ બાદ સેંકડો જ જ્માતીઓના કોરોના પોઝીટીવ રિપોર્ટ સામે આવ્યા છે. આ રિપોર્ટ સામે આવ્યા બાદ બે લાખની વસ્તી ધરાવતા શહેરને સંપૂર્ણપણે lockdown કરી દેવામાં આવ્યું છે. જમાતીઓ પર આરોપ છે કે, આ કાર્યક્રમને લઈને સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવેલા આદેશો અને સલાહને માનવામાં આવી નહોતી.

જમાતીઓ દ્વારા છ દિવસનો કાર્યક્રમ ત્રણ દિવસનો કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, રાયવિંદ શહેરના મગજમાં હજી પણ પાંચ હજાર લોકો છે, જેમાંથી ત્રણ હજાર લોકો વિદેશી છે. આ ત્રણ હજાર લોકો આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ થવાથી પોતાના દેશ જઈ શક્યા નથી. સ્થાનિક પ્રશાસન સતત જમાત આયોજકોને સહયોગ આપવા માટે અપીલ કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *