એકલતાનો લાભ લઈને 45 વર્ષના આધેડે 11 વર્ષની સગીરા પર સતત 5 વખત….

Taking advantage of loneliness over 45-year-old 11-year-olds 5 consecutive times….

ગુજરાતમાં આવેલ વાપી જીલ્લાના નજીકના એક ગામમાં મા વગરની એક માસૂમ બાળકીને ઘરે ડાન્સવાળી ટીવી સિરિયલ બતાવું એમ કહીને લઈ જઈ રાજસ્થાનના આધેડ વ્યક્તિએ તેણી સાથે છેલ્લા બે મહિનાથી દુષ્કર્મ આચર્યુ હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે.

બે વર્ષની ઉંમરે જ માતાનો પ્રેમ ગુમાવી ચૂકેલી 11 વર્ષીય બાળકી તેના દાદી અને પિતા સાથે રહે છે. દાદી અને પિતા મજૂરી કામે જતા હોય, તે સમયે ઘરમાં એકલી જ હોય છે. તેની આ એકલતાનો લાભ લઈને નજીકના શ્રદ્ધા એપાર્ટમેન્ટના જી-૧ ફ્લેટમાં રહેતો આધેડ વિજેન્દ્ર મીણા (તેમની ઉમર વર્ષ આશરે ૪૫ વર્ષ)એ આ માસુમ ઉપર દાનત બગાડી હતી. આધેડે તેણીને લલચાવીને તને ડાન્સવાળી ટીવી સિરિયલ બતાવું તેમ કહીને પોતાના ફ્લેટમાં લઈ જઈ ત્યાં આ માસૂમ નરાધમ બનેલા આ આધેડ વ્યક્તિએ બાળકીને એક વખત તો તેના ઘરના નજીકના બાથરૂમમાં લઈ જઈને પણ દુષ્કર્મ આચર્યુ હતું.

ગયા મંગળવારે જ્યારે આ બાળકીની દાદી ઘરે આવી ત્યારે બાળકી પથારીમાં સૂતેલી હતી અને દાદીએ ખાવાનું આપવા છતાં ખાધું ન હોતું, તેથી દાદીએ શા માટે નથી ખાતી ? તેમ પૂછતા બાળકીએ અંકલે કરેલી ગંદી કરતુત અંગે દાદીને જણાવ્યું હતું. જે બાદ દાદીએ તુરંત બાળકીના પિતા સાથે ડુંગરા પોલીસનો સંપર્ક કર્યો હતો. ડુંગરા પોલીસે ઘટનાની ગંભીરતા જોતા આ માસૂમ બાળકીનું મેડિકલ કરાવી તેની જુબાની લેતા વિજેન્દ્ર મીણા નામના આધેડ તેની સાથે બે માસમાં પાંચ વખત આવું દુષ્કર્મ કર્યુ હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીને પકડી આ ઘટનામાં આઈપીસી ૩૭૬ તથા બાળકોને જાતીય સતામણીથી રક્ષણ આપતો કાયદો ૨૦૧૨ ની કલમ ૪ અને ૬ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: