સરથાણા જકાતનાકા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં 24મી મેના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો. જેમાં 22 જેટલા માસૂમોના મોત નીપજ્યાં હતાં. મૃતકોને ન્યાય મળે અને અધિકારીઓ સામે પગલાં લેવાય સાથે જ ફરી ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે 22 મૃતકોના અસ્થિની યાત્રા યોજાઈ.અસ્થિયાત્રા અગાઉ તમામ મૃતકોના અસ્થિનું પૂજન કરવામાં આવ્યું હતું.અસ્થિયાત્રા વરાછામાંથી નીકળતાં જ શહેરીજનો હિબકે ચડ્યાં હતાં અને કાળમુખી દુર્ઘટના ફરી તાજી થઈ હતી.
હાલમાં ફરી એકવાર તે જ તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. જોકે આ આગની ઘટના એટલે ગંભીર હતી નહીં અને ફાયર વિભાગે સમયસર પહોંચી ને આગ પર કાબુ મેળવી લીધો હતો આ સ્થળે કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી જાનહાની થવાના કોઇ અહેવાલ મળ્યા નથી ઉલ્લેખનીય છે કે તક્ષશિલા આગ કાંડ વખતે જે હાઈટેક ગાડી ત્યાં પહોંચી ન હતી તેવો આરોપ લાગ્યો હતો તે હાઇડ્રોલિક હાઇટ વાળી સીડી ની ગાડી નાનકડી આગની ઘટનામાં આ વખતે સમયસર પહોંચી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.