#CycloneTauktae સૌરાષ્ટ્રમાં ભારે પવનથી કેરીઓ ખરી પડી, ખેડૂતોને 25 કરોડોનું નુકશાન થવાની સંભાવના

તૌકતે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર છે. આ દરમિયાન વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો પર જાણે આભ ફાટ્યું છે. વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકને ભાર નુકસાન થયું છે. આ દરમિયાન ઉનાળાની સિઝનમાં તૈયાર થતા કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે.

સોરઠમાં તાઉતે વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને 25 કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સોરઠ એ કેસર કેરીના પાકનું પીઠ્ઠું ગણાય છે. અહિં આંબાના કુલ 16,00,000 ઝાડ છે જેમાં 8 લાખ મેટ્રીક ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે.

જોકે, હાલ માત્ર 35 ટકા પાક જ લેવાઇ ગયો છે. બાકીનો 65 ટકા પાક હજુ આંબા પર જ છે. આ દરમિયાન તાઉતે વાવાઝોડાના કારણે આંબાના અનેક ઝાડનો સોથ વળી ગયો છે. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, આંબાના મોટાભાગના ઝાડ પરથી ભારે પવનના કારણે કેરી પણ ખરી પડી છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

પરિણામે એક અંદાજ અનુસાર કેસર કેરીની ખેતી કરતા ખેડૂતો અને ઇજારદારોને 25 કરોડથી વધુનું નુકસાન થવાની સંભાવના સેવાઈ રહી છે. આ દરમિયાન તાલાલા યાર્ડમાં સોમવારે કેસર કેરીના 22,787 બોક્ષની આવક થઇ હતી જેનો ભાવ 400થી લઇને 700 રૂપિયા સુધીનો રહ્યો હતો. આ ઉપરાંત વાવાઝોડાના પગલે મંગળવારે તાલાલા યાર્ડ બંધ રહેશે. હાલ સૌરાષ્ટ્રમાં મોટાભાગનો કેરીનો પાક નિષ્ફળ થતા ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થયો છે.

આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, નાળિયેર પકવતા ખેડૂતોને લાખોનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ફરીવાર નાળિયેરના વૃક્ષો ઉછેરતા 10 વર્ષનો સમય લાગશે. નાળિયેરનું ફળ આપતા વૃક્ષો તાઉતેના કારણે ધરાશાયી થયા હોવાથી ફરી આવક શરૂ થતાં છ મહિનાથી વધારે સમય લાગશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *