સરકારની ના હોવા છતાં સરપંચ/તલાટી- ગ્રામપંચાયતમાં AC મુકીને જનતાના નાણા બગાડે છે- જાણો નિયમ

ગામડાઓમાં અને તાલુકાઓની પંચાયત કચેરીઓમાં ચેરમેન, તલાટી મંત્રીઓ વૈભવશાળી સુવિધાઓ ઉભી કરીને તેના નિભાવ ખર્ચનો બોજ જનતા પર નાખતા હોય છે. ત્યારે સરકારની સુચનાની અવગણના…

ગામડાઓમાં અને તાલુકાઓની પંચાયત કચેરીઓમાં ચેરમેન, તલાટી મંત્રીઓ વૈભવશાળી સુવિધાઓ ઉભી કરીને તેના નિભાવ ખર્ચનો બોજ જનતા પર નાખતા હોય છે. ત્યારે સરકારની સુચનાની અવગણના કરવાના આરોપ થયા છે.

સુરતના જાણીતા એડવોકેટ કીર્તિ ગજેરા અને ટીમ ગબ્બરના કાર્યકર એ આવા મોજીલા અધીકારીઓ અને તલાટી વિરુદ્ધ સંગીન ફરિયાદ કરી છે જેમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારના પરિપત્ર મુજબ ગ્રામ પંચાયત ની ઓફિસમા AC જેવી ભૌતિક સુવિધાઓ સૌજન્ય કે સ્વખર્ચે મુકીને તેને નિભાવવાનો ખર્ચ જનતાના ટેક્ષ ના રૂપિયાથી કરવામાં આવે છે. AC જેવી સુવિધાઓ કે જે મામલતદાર કચેરી માં કે તેની ઉપરની કક્ષાની ઓફિસમા રાખી શકાય છે. જેનાં બદલે તલાટી કમ મંત્રી ની લાયકાત ધરાવતા હોય તેવા અધિકારીઓ પણ સૌજન્યના બહાને કોઈ અન્ય પાસે AC મુકાવતા હોય છે.

ટીમ ગબ્બરની રજૂઆત છે કે મામલતદાર જેવા ઉચ્ચ અધિકારીઓ જે સુવિધાઓ નથી વાપરતા તેવી સુવિધાઓ ગ્રામ પંચાયતના સભ્યો અને તલાટીઓ ભોગવે છે. તેઓ સ્વખર્ચે કે અન્યના સૌજન્ય થી સુવિધાઓ ઉભી કરાવે છે પરંતુ તેને નિભાવ અને વપરાશનો ખર્ચ તો સરકારની તીજોરીથી જ કાઢવામાં આવે છે. જે યોગ્ય નથી. આ સુવિધાઓ બંધ થવી જોઈએ અથવા તેનો નિભાવ ખર્ચ સૌજન્ય આપનાર વ્યક્તિ કે સુવિધા ભોગવનાર વ્યક્તિઓ પાસેથી લેવામાં આવે તેવી લેખિત બાંહેધરી લેવામાં આવે તેવી માંગ કરી છે.

એડવોકેટ ગજેરા અને ટીમ ગબ્બરના સભ્યો દ્વારા ગારીયાધાર અને સુરતના તાલુકા પંચાયતોની અલગ અલગ કચેરીઓમાં આ બાબતે તપાસ કરીને ફરિયાદો કરી છે. જેથી અગામી સમયમાં ગ્રામ પંચાયતમાં બેસતા તલાટીઓ અને સભ્યોને કદાચ AC વગર કામ કરતા જોવા મળે તો નવાઈ નહી!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *