અફઘાનિસ્તાનથી આવ્યા મોટા સમાચાર: તાલીબાનીએ પંજશીરને લઈને કર્યો ચોંકાવનારો દાવો- કહ્યું કે…

તાલિબાને સોમવારે એટલે કે આજે જાહેરાત કરી કે, તે અત્યાર સુધી અજેય રહેલું પંજશીર તાલીબાનીઓના કબ્જામાં છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહે એક નિવેદન જારી કરતા કહ્યું…

તાલિબાને સોમવારે એટલે કે આજે જાહેરાત કરી કે, તે અત્યાર સુધી અજેય રહેલું પંજશીર તાલીબાનીઓના કબ્જામાં છે. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહે એક નિવેદન જારી કરતા કહ્યું કે, આ જીત સાથે આપણો દેશ સંપૂર્ણપણે યુદ્ધની દલદલમાંથી બહાર આવી ગયો છે. તમને જણાવી દઈએ કે, 15 ઓગસ્ટના રોજ કાબુલ પર કબ્જો કર્યા બાદથી, તાલીબાનના નિયંત્રણ હેઠળ ન આવેલો એકમાત્ર પ્રાંત પંશીર હતો. કેટલાક પ્રત્યક્ષદર્શીઓએ નામ ન આપવાની શરતે એપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે હજારો તાલિબાની લડવૈયાઓએ રવિવારે રાત્રે પંજશીરના આઠ જિલ્લાઓ કબજે કર્યા હતા.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી કેટલીક તસવીરોમાં, તાલિબાન લડવૈયાઓ પંજશીરની ગવર્નર ઓફિસના ગેટની બહાર ઉભા જોવા મળી રહ્યા છે. જો કે, અત્યાર સુધી તાલિબાન સામે લડનારા પ્રતિકાર દળના વડા અહમદ મસૂદ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

તાલિબાને રવિવારે દાવો કર્યો હતો કે તેણે પંજશીર પ્રાંતના તમામ જિલ્લાઓનો કબજો મેળવી લીધો છે. તાલિબાનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લા મથકો, પોલીસ હેડક્વાર્ટર અને પંજશીરમાં તમામ ઓફિસો જપ્ત કરવામાં આવી છે. તાલિબાને કહ્યું કે વિપક્ષી દળોને પણ ઘણી જાનહાનિ થઈ છે. વાહનો અને હથિયારોને પણ નુકસાન થયું હતું.

આ દરમિયાન, રવિવારે એવું પણ જણાવવામાં આવ્યું હતું કે રવિવારે તાલિબાનના હુમલામાં રેઝિસ્ટન્સ ફ્રન્ટના પ્રવક્તા અને અહેમદ મસૂદના નજીકના સહયોગી, ફહીમ દશ્તી પણ માર્યા ગયા હતા. અફઘાનિસ્તાનના નેશનલ રેઝિસ્ટન્સ ફ્રન્ટે એક નિવેદન જારી કરીને પંજીશરમાં તાલિબાનના વધુ નબળા પડવા વચ્ચે યુદ્ધવિરામની હાકલ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *