કાશ્મીર માંથી 370 હટાવનાર મોદી સરકાર શાહીનબાગનો મુદ્દો શા માટે ચગાવી રહી છે?- જાણો શું કહે છે ભાજપના નેતા

રાજધાની દિલ્હીમાં ચુંટણીણી તારીખ નજીક આવી રહી છે. ત્રણેય મુખ્ય પક્ષ એટલે કે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીને મુખ્ય પડકાર ભાજપ તરફથી મળી રહ્યો છે. એક સમાચાર એજન્સીએ ભાજપની રણનીતિ અને મુદ્દાને સમજવા માટે દિલ્હી પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી સાથે વાતચીત કરી હતી. તેમને CM ઉમેદવાર, કેજરીવાલ સરકારની મફત યોજના અને શાહીન બાગ જેવા મુખ્ય મુદ્દા પર પ્રશ્ન કરવામાં આવ્યા. આ સાથે અમે એ પણ જાણવાનો પ્રયત્ન કર્યો કે તેમણે દિલ્હીમાં કોઈ મુસ્લિમ ઉમેદવારને શાં માટે ઉમેદવાર બનાવ્યો નથી.

વિપક્ષનો આરોપ છે કે ભાજપે ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા લોકોને ટિકિટ આપી છે?

મનોજ તિવારીઃ આ વાત AAP માટે કહી શકાય છે. તેમણે બનાવટી ડિગ્રીવાળાને ટિકિટ આપી છે. ચૂંટણી પંચે તેને રદ્દ પણ કરેલ છે. ભાજપે તો ખૂબ જ વિચાર કરીને ટિકિટ આપી છે. આરોપ પાયા વિહિન છે. અમારા કોઈ જ ઉમેદવાર પર કોઈ જ કલંક નથી.

ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ કહ્યું છે કે અમે સત્તામાં આવશું તો સરકારી જમીન પરથી મસ્જિદો હટાવી દેશું? તમારું શું કહેવું છે?

મનોજ તિવારીઃ જો તે ગેરકાનૂની નિર્માણ હશે તો ચોક્કસપણે કાર્યવાહી કરશું. અનેક પાર્કોમાં લોકોએ આ પ્રકારના નિર્માણ કર્યા છે. પ્રવેશ વર્માનું કહેવું એમ જ છે કે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ નિર્માણ કાર્યને હટાવવામાં આવશે. જે જમીન મેદાન માટે છે તેની પણ તપાસ થશે.

ભાજપે એક પણ મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતાર્યો નથી.શું કોઈ ખાસ કારણ?

મનોજ તિવારીઃ અમે એવી બેઠક મુસ્લિમ ઉમેદવારને આપી શકીએ છીએ કે જ્યાં મુસ્લિમ વિસ્તાર છે. ટિકિટ આપી છીએ તો તે જીતતા નથી. માટે અમે અન્ય વિકલ્પ પસંદ કર્યો છે. રામપુરમાં અમારા મુખ્તાર અબ્બાસ નકવીને પણ જીતાડવામાં આવ્યા નથી. તેમને રાજ્યસભામાં લાવીને કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા છે. મોહસિનભાઈને એમએલસી બનાવીને લાવવામાં આવ્યા. તેઓ યુપીમાં પ્રધાન છે. અમે મુસ્લિમ સમાજને મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળ અંગે સતત માહિતી આપી છે. સાડા ત્રણ લાખ મદરેસોના બાળકોને સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. મોદી શાસનનો લઈ તેમનામાં ભય દેખાડવામાં આવતો હતો. પાંચ વર્ષમાં તે પણ પૂરો થઈ ગયો. લોકોને હવે એવો કોઈ જ ભ્રમ રાખવો જોઈએ નહીં. જનતા જેમને હરાવી દે છે તેઓ ભ્રમ મારફતે ઉપદ્રવ ફેલાવવા ઈચ્છે ચે. તેનાથી દેશને સાવધાન થવાની જરૂર છે.

ભાજપે દિલ્હીમાં મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કર્યો નથી. શું તમે આ માટે પ્રબળ દાવેદાર છો?

મનોજ તિવારીઃ અમે ચૂંટણી બાદ મુખ્યમંત્રીનો ચહેરો રજૂ કરશું. આ એક રણનીતિ છે. અત્યારે હું પ્રદેશ અધ્યક્ષ છું. મારી અધ્યક્ષતા અને નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ચૂંટણી થઈ રહી છે. મોદીજીએ છેલ્લા પાંચ વર્ષમાં જે કાર્ય કર્યું છે તેનાથી અમે વાકેફ કરી રહ્યા છીએ. દિલ્હીના 40 લાખ કરતાં વધારે મકાન ગેરકાયદેસર હતા, તેને તોડવાના હતા, અમે તેમના નિવાસીઓને રહેવાનો માલિકી હક્ક આપ્યો છે.

સત્તામાં આવો છો તો શું તમે AAPની મફત યોજનાઓ ચાલુ રાખશો કે નહીં?

મનોજ તિવારીઃ નબળા વર્ગને લઈ અગાઉથી અનેક સુવિધા આપવામાં આવી છે. સરકાર ગરીબો માટે જ હોવી જોઈએ. મફત પાણીનો ખોટો પ્રચાર થાય છે. તેઓ કહે છે કે 20 હજાર લીટર પાણી ફ્રી. જો તેનાથી એક લીટર પણ વધારે થશે તો બમણો ચાર્જ લાગશે. કયું મીટર એવું છે કે જે 20 હજાર લીટર પાણી પર અટકી જાય છે. અગાઉ કહેતા હતા તે પાણી ફ્રી હશે. હવે કહે છે કે 20 લીટર પાણી જ ફ્રી હશે. આ આંકડાના ખેલ છે. 21 રાજ્યમાં દિલ્હીમાં પાણીની સૌથી નબળી ગુણવત્તા છે. ઝૂપડપટ્ટીનું પાણી તો 20 વર્ષથી મફત જ છે.

આરોપ છે કે ભાજપ પાસે કોઈ મુદ્દા જ નથી. ચૂંટણીને ભાજપ-પાકિસ્તાન રંગ આપવા જઈ રહી છે. ધ્રૃવીકરણનો પ્રયત્ન થઈ રહ્યો છે?

મનોજ તિવારીઃ અમારી પાસે તો મુદ્દા છે જ. અમે ચાલીસ લાખ કરતા વધારે ઘરોને માલિકી હક્ક આપ્યા છે. અગાઉ 15 અથવા 20 લાખ ઘર હતા, તે હવે 40-50 લાખ થઈ ગયા છે. વિકાસનો સૌથી મોટો મુદ્દો અમારી પાસે જ છે.

પાકિસ્તાન ચૂંટણી મુદ્દો બની ગયો છે. શું તેના મારફતે ધ્રુવીકરણ કરવામાં આવી રહ્યું છે?

મનોજ તિવારીઃ પાકિસ્તાનની વાત તદ્દન બિનજરૂરી છે. પણ દિલ્હીની સુરક્ષાનો મુદ્દો તો દિલ્હીનો છે. જે પ્રકારે શાહીન બાગમાં પ્રધાનમંત્રી કો ગોલી મારો, હિન્દુઓની કબર ખોદશું અને જીન્નાવાલી આઝાદીના સૂત્રોચ્ચાર થાય છે, બચોમાં આગ લગાડવામાં આવે છે, કોલોનિયોમાં તોડફોડ કરવામાં આવે છે, તેનાથી ક્યાંથી મજબૂતી મળશે? AAP અને કોંગ્રેસથી. ભાજપ સત્તામાં આવતા જ એવા લોકોનો ભ્રમ તૂટી જશે કે જે મુસ્લિમભાઈઓમાં ભ્રમ ફેલાવી રહ્યા છે.

દિલ્હી ચૂંટણીમાં CAA-NRCને કેવી રીતે જોઈ રહ્યા છો?

મનોજ તિવારીઃ CAA-NRC એક સાથે બોલનારા તમામ મૂર્ખ છે. NRC તો આવ્યું નથી. CAA આવ્યું છે. અને તે કોઈની નાગરિકતા છીનવતો કાયદો નથી, નાગરિકતા આપનારો કાયદો છે.

દિલ્હીની પ્રજાને તમે શું સંદેશ આપવા માંગો છો?

મનોજ તિવારીઃ 21 વર્ષથી દિલ્હીમાં અમારી સરકાર નથી. અમે 5 કરોડ પ્રતિ વર્ષ વાળા સાંસદ આપી દીધા. 25 લાખ પ્રતિ વર્ષ વાળા ધારાસભ્યો તો આપ્યા, પણ વાર્ષિક 76 હજાર કરોડવાળા મુખ્યમંત્રી આપ્યા નથી. એક વખત આપો. 20 વર્ષ અગાઉ અહીં સરકાર હતી. તે સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલી શાળા-કોલેજો આજે પણ ચાલી રહી છે. હવે દિલ્હીની પ્રજા ભાજપને પાંચ વર્ષની સરકાર આપે. અમારી પ્રાર્થના સ્વીકાર કરી રહ્યા છે. અમે નળમાં શુદ્ધ જળ, ઝૂંપડપટ્ટીની જગ્યાએ મકાન, ગેસ, નળ, શૌચાલય જોડાણ પણ હશે. પાંચ હજાર ઈલેક્ટ્રીક બસ પણ લાવશું. યમુનાજી રિવર ફ્રન્ટ તૈયાર કરશું. આયુષ્યમાન યોજના લાગુ કરશું. દિલ્હીના લોકોને સુરક્ષા આપશું. સૌથી મોટો સંકલ્પ હશે. કોઈ શાહીન બગ જેવી સ્થિતિ બનાવવાની હિમ્મત નહીં કરી શકે.

યમુના ચૂંટણીમાં મુદ્દો શાં માટે નથી? શું કેન્દ્રએ પણ યમુના માટે 5 વર્ષમાં કોઈ ખાસ કર્યું છે?

મનોજ તિવારીઃ AAP સરકારે ફક્ત મફત આપવાની લાલચ આપી આયુષ્યમાન યોજના છીનવી લીધી છે. વ્યાપારીઓના વીજળીના બિલ વધાર્યા છે. હવે 8 ફેબ્રુઆરીએ લોકો ચુકાદો કરશે.

આ સમગ્ર સવાલો પૂછનાર ન્યુજ એજન્સીમાં કામ કરી રહેલા અક્ષય બાજપેયીએ પુછેલા છે. જેની આપ સૌ ખાસ નોંધ લેશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *