કોરોના જેવી વૈશ્વિક મહામારીને કારણે છેલ્લા 1 વર્ષ કરતાં પણ વધારે સમયથી શાલ-કોલેજો બંધ પડી છે. આવા સમયમાં બાળકોને અભ્યાસ મળી રહે એ માટે ઓનલાઈન અભ્યાસની સુવિધા કરી દેવામાં આવી છે ત્યારે હાલમાં આને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
તામિલનાડુ સરકાર દ્વારા ગઈકાલે એટલે કે, રવિવારે વિદ્યાર્થીઓનાં ઓનલાઈન ક્લાસ માટે ડેટા સ્કિમનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં વિદ્યાર્થીઓને દરરોજ 2GB ડેટા મળશે. આ સ્કીમ અંતર્ગત અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને લાભ મળશે કે, જેમાં સ્કૂલ અને કોલેજની ઉપરાંત સ્કોલરશિપ-ફંડેડ પ્રાઈવેટ કોલેજના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
આ સ્કીમનું એલાન કરતાં તમિલનાડુના મુખ્યમંત્રી K.પલાનીસ્વામી જણાવતાં કહે છે કે, વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં ભાગ લેવા સક્ષમ થય એ માટે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ, સરકારી કોલેજો તથા પ્રાઈવેટ કોલેજનાં કુલ 9,69,047 વિદ્યાર્થીઓને પ્રતિ દિન 2 GBનાં મફત ડેટાની ઘોષણા કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરીથી એપ્રિલ વર્ષ 2021 સુધી વિદ્યાર્થીઓને મફતમાં ડેટા કાર્ડ આપવામાં આવશે. આ ઈનિશિએટિવ અંતગર્ત સેલ્ફ ફાયનાન્સ સંસ્થાના વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરી લેવામાં આવશે. આ કાર્ડને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત તામિલનાડુના ઈલેક્ટ્રોનિક્સ નિગમના માધ્યમથી લાગુ કરવામાં આવશે. મફત ડેટાની ઉપરાંત તામિલનાડુ સરકાર, સરકાર અને સહાયતા પ્રાપ્ત કોલેજના વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ પણ આપી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle