Heavy Rain Forecast: ગુજરાતના માથા પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના કુલ 122 તાલુકામાં વરસાદ(Heavy Rain Forecast) ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના વીસાવદરમાં સવા 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. એક બાદ એક હવે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યાં છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજે પણ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે રાજ્યમાં અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર કેટલીક જગ્યાએ હળવો તો ક્યાંક ભારે વરસાદ પડી શકે છે. જેમાં 41-61 કિમી પ્રતિ કલાકની વચ્ચે મહત્તમ સપાટી પરના પવનની ઝડપ સાથે મધ્યમ વાવાઝોડું તથા હળવાથી મધ્યમ વરસાદ અલગ-અલગ સમયે આવી શકે છે.
ભારે વરસાદ સાથે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ
આ સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદ સાથે આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની વાત કરતા તેમણે જણાવ્યુ કે, અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.જિલ્લામાં 79 મીમી વરસાદ પડવાની શક્યતા છે. 26 તારીખના રોજ વરસાદ પડવાની શક્યતા છે. પવનની ઝડપ પ્રતિ કલાકે કિમીની રહેશે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજા તૂટી પડશે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના 19 જિલ્લામાં ભારે વરસાદનો અનુમાન છે. ખાસ કરીને કચ્છ-સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો અનુમાન છે, કચ્છ, દ્વારકા, જામનગરમાં પણ ભારે વરસાદ (Rain)નું અનુમામ છે. હવામાન વિભાગના ડાયરેક્ટર રામશ્ર્ય યાદવના જણાવ્યા અનુસાર, આજે અને આવતી કાલે સૌરાષ્ટ્રના મોટભાગના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. પોરબંદર, રાજકોટ, જૂનાગઢમાં વરસાદ (Rain)ની આગાહી કરવામા આવી છે. અમરેલી,ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત,નર્મદા, તાપી,ડાંગમાં સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App